Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

મોરબીના ગાળા પાસે કોટન મીલમાં આગ ભભુકતા ત્રણ વ્યકિત દાઝયા

મોરબી તા. ૫: મોરબીના ગાળા પાસે કોટન મીલમાં આગ ભભુકતા ત્રણ વ્યકિત દાઝી ગયા હતા.

મળતી વિગત મુજબ મોરબી-માળિયા હાઈવે પર ગાળા ગામ નજીક બજરંગ કોટન મિલમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને આગ ના લીધે મિલના પટાગણ માં રહલ મોટા પ્રમાણમાં કોટન નો જથ્થો ભળ ભળ સળગી રહ્યો હતો જેની જાણ થતા મોરબી ફાયરની ૩ ગાડીઓ ત્યાં દોડી આવી હતી અને પાણી નો મારો ચાલુ કર્યો હતો અને લગભગ બે કલાકની જેહમત બાદ આગ પર કાબુ આવ્યો હતો. આગને ઠારવા જતા ત્રણ વ્યકિત દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

આગ પર કાબુ મેળવા માટે ફાયર ટીમના વસીમ મેમેન, વસંત પરમાર ,સલીમ નોબે, અજીત ચૌહાણ, વિજય પંડ્યા, પીન્ટુ અને નાથાલાલ સહિતની ટીમ દોડી ગઈ હતી.(૨૧.૨૪)

(1:14 pm IST)