Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ભાવનગરમાં ખજુરનું વિતરણ

 ભાવનગરઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક ચાલતી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પૈકી જે બાળકના માતા ન હોય કે પિતા ન હોય અથવા બંને ન હોય તેવા ૧૩૦૦ બાળકોને છેલ્લા ૧૦ વર્ષથી શિક્ષક કપિલભાઇ વ્યાસ દ્વારા ચાલતા 'અસહાય બાળકોને સહાય' કાર્યક્રમ અંતર્ગત હોળી-ધુળેટીના તહેવારો નિમિતે ધાણી, દાળીયા અને ખજુરના વિતરણનો પ્રતિકાત્મક કાર્યક્રમ સમિતિની દિપક ચોક શાળા નં.૧૮-૧૯માં રખાયો હતો. મુખ્ય દાતા લીલા ગ્રુપના કોમલકાંતભાઇ શર્માના પરિવારજનો, શિ. સમિતિના ચેરમેન નિલેશભાઇ રાવળ, ડે.ચેરમેન મહેન્દ્રસિંહ ગોહિલ, સદસ્ય હીરાબેન વિંઝુડા, રસીકભાઇ સિધ્ધપુરા, શાસનાધિકારી જીજ્ઞેશભાઇ ત્રિવેદી વગેરે રહી આ બાળકોને ધાણી, દાળીયા અને ખજુરના પેકેટનું વિતરણ કરાયુ હતુ. કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ભાવીનભાઇ મકવાણાએ કર્યુ હતુ. ખજુર-ધાણી-દાળીયા વિતરણની તસ્વીર.

(12:03 pm IST)