Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

આને કહેવાય વિચિત્ર વાતાવરણ!! હોળી પછી ફરી ટાઢોડું?

વાંકાનેર તા. ૫ : હોળીના પર્વ બાદ ઠંડીનું નામ નિશાન ન હોય બલ્કે કાળઝાળ ગરમી પડતી હોવાનો ભૂતકાળ પણ છે અને આ વિષયને અનુરૂપ ગુજરાતીમાં ઘણી ઉકિતઓ તથા રૂઢી પ્રયોગો - કહેવતો પણ પ્રચલિત છે પરંતુ આ વેળા વિચિત્રતા એ જોવા મળી છે કે, હોળી - ધૂળેટી સુધી તો તાપમાન ઉંચુ રહીને રાબેતા મુજબ જ રહ્યું હતું.

હવે શિયાળો વિદાય લઇ ચૂકયો જેવા વાકયો પ્રયોજનો પણ લોકમુખે સંભળાતા થયા પરંતુ ધૂળેટી બાદ રવિવારથી ફરી જાણે શિયાળો યથાવત રહ્યાની અનુભૂતિ કરાવતા ઠંડા વાતાવરણના પલ્ટાથી લોકોમાં આશ્ચર્ય એ જોવા મળી રહ્યું છે કે, 'હોળી પછીયે ઠંડી ભૂતકાળમાં કયારેય જોવા મળી છે ખરી!' યુરોપીય દેશોમાં પણ નિયમિત ઋતુથી વિચિત્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. અહીં આપણે પણ એવી જ વિચિત્રતા જોવા મળી રહી છે. સિરીયા - ઉ.કોરિયામાં રાસાયણિક બોમ્બવર્ષા, મિસાઇલ પરિક્ષણોથી જ આ ઋતુચક્રમાં બદલાવ જોવા તો નથી મળી રહ્યો ને?(૨૧.૧૪)

(11:09 am IST)