Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

લોકડાયરામાં જમાવટ કરતા કૌશિક મહેતા

રાજકોટઃ જુનાગઢ જિલ્લાના ચોકલી ગામે આવેલ શ્રી પુુરૂષોતમલાલજી ગૌ-સેવા દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ નિમિતે ગૌશાળાના લાભાર્થે તાજેતરમાં યોજાયેલ લોકડાયરામાં ગાયક હાસ્યકલાકાર કૌશિક મહેતા (ભુ-દેવ) (મો.૯૩૭૪૫ ૯૫૯૨૩) લોકસાહિત્ય પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી (જુનાગઢ) બાળ કલાકાર શ્રી સિધ્ધાર્થ ચાવડાનો ભજન-સંતવાણી-લોકસાહિત્ય અને હાસ્યરસનો જાહેર કાર્યક્રમ યોજાયેલ હતો. આ લોકડાયરામાં  એકઠી થયેલ તમામ રકમ ચોકલી ગામે આવેલ શ્રી પુરૂષોતમલાલજી ગૌશાળામાં અર્પણ કરવામાં આવેલ હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પુરૂષોતમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિનોદભાઇ કાળુભાઇ ગજેરા, ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઇ રવજીભાઇ ગુજરાતી, સહમંત્રીશ્રી વિજયભાઇ છગનભાઇ ગજેરા, ખજાનચીશ્રી દિલીપભાઇ બચુભાઇ કાછડીયા, વિ.એ જહેમત ઉઠાવી હતી.

(3:46 pm IST)