Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

જુનાગઢ સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે તાલીમ

 જુનાગઢઃ સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ દ્વારા પ૦૦ થી વધુ દીકરીઓને સ્વરક્ષા માટેનો તાલીમ કાર્યક્રમ ઉજવવામાં આવેલ હતો. જે કાર્યક્રમમાં જેકેડી ગુજરાતના ચીફ ઇન્સ્ટ્રકટર બ્લેક બેલ્ટ સુરેશભાઇ મહેતાએ તાલીમ અને માર્ગદર્શન આપેલ. કાર્યક્રમનો શુભારંભ વિકલાંગ બાળાઓની કૃતિથી કરાયેલ સ્વાગત પ્રવચન નિલમબેન પરમાર (સંચાલક) દ્વારા કરાયેલ. તેમજ પ.પુ. શાસ્ત્રીજી વિજય પ્રકાશ સ્વામીએ આર્શીવચન પાઠવેલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ તથા જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી ધારાસભ્ય ભીખાભાઇ જોષી, તથા સહકારી આગેવાન વડિલ ભીખાભાઇ ગજેરાએ પ્રાસંગીક પ્રવચનો કરી બાળાઓનો ઉત્સાહ વધારેલ છે.  તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંચાલક નિલમબેન પરમાર-રેખાબેન પરમારે જહેમત ઉઠાવી હતી.

(11:39 am IST)