Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

જુનાગઢમાં ખાદી ક્ષેત્રે યોગદાન આપનાર મોહનભાઇ લાલજીભાઇ પટેલનું કાલે સન્માન : નલિનભાઇ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ ગાંધીવાદી દેવેન્દ્રભાઇ દેસાઇ તથા મનુભાઇ મહેતા દ્વારા સન્માન કાર્યક્રમ

જુનાગઢ તા. પ : જુનાગઢમાં ખાદી ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારા મોહનભાઇ લાલજીભાઇ પટેલ (મો.લા.પટેલનો) કાલે ૬ ફેબ્રુઆરીના રોજ સન્માન સમારોહ યોજાશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેશે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ ગાંધીવાદી દેવેન્દ્રભાઇ દેસાઇ તથા મનુભાઇ મહેતા (સાવરકુંડલા) દ્વારા કાર્યક્રમનું આયોજન થયેલ છે

જુનાગઢના સામાજિક, રાજકીય, રચનાત્મક પ્રવૃતિનાં પ્રેરણતા, કેળવણીક્ષેત્ર અને ખાદી ઉદ્યોગ સહિતનાં વિવિધ ક્ષેત્રએ અમુલ્ય અને મહત્વનું યોગદાન આપનારા માજી સાસદ, માજી મંત્રી અને પટેલ કેળવણી મંડળ સંસ્થામાં દાદાજીના હુલામણા નામે ઓળખાતા મોહનભાઇ લાલજીભાઇ પટેલનું આગામી ફેબ્રુઆરી માસમા ગુજરાતની ખાદી ગ્રામ ઉદ્યોગ સંસ્થાઓ દ્વારા સન્માનનો એક કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણી, મહાનુભાવોને ઉપસ્થિત રહેશે.

જુનાગઢના માજી સાંસદ, માજી મંત્રી મોહનભાઇ લાલજીભાઇ પટેલ છેલ્લા ૭ દાયકાથી ખાદીથી સંસ્થા સાથે સંકળાયેલા છે. તત્કાલીન મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર, રચનાત્મક પ્રવૃતિ અને પંચાયત વિભાગનાં મંત્રી રતુભાઇ અદાણી, વજુભાઇ શાહ દ્વારા સ્થપાયેલી સૌરાષ્ટ્ર રચનાત્મક પ્રવૃતિમાં ખુબ જ યોગદાન આપવામાં આવેલ છે. તેમજ ઉના, કેવદ્રા, શાપર વિગેરે સ્થળોએ જ ેતે વખતે સ્થાપવામાં આવેલી ખાદીની સંસ્થાઓમાં મોહનભાઇ પટેલએ મહત્વની કામગીરી નિભાવી અને યોગદાન આપ્યું છે. આ ઉપરાંત જુનાગઢમાં પણ છેલ્લા પ૦ વર્ષથી ખાદી ક્ષ્ેત્રે મહત્વની કામગીરી તેઓ કરી રહ્યા છે રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીજીના ખાદીના વિચારોની અલમવારી કરી અને ખાદીને પ્રોત્સાહન મળે તે માટેનાં મહત્તમ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે જુનાગઢમાં ખાદીનું કામ કરતી ગ્રામભારતી સંસ્સથાની સ્થાપના મોહનભાઇ પટેલ દ્વારા કરવામાં આવતી. ગ્રામોદ્યોગ મંદિર, આઝાદ ચોક ખાતેનો ખાદી ભંડાર, કેશોદ ખાદી ભંડાર વિગેરેની પણ સ્થાપના કરી મોહનભાઇ પટેલે સર્વોદય યોજનાઓ પણ ચાલુ કરી હતી. સંત અને અવતરી એવા વિનોબા ભાવે કે જેઓએ ભુદાન યજ્ઞની ચળવળ શરૂ કરી અને ગરીબ ખેડુતોને જમીન આપાવી હતી.

આ ભુદાન યજ્ઞનાં અભિયાનને જુનાગઢ, સોરઠ અને સૌરાષ્ટ્ર પંથકમાં પણ મોહનભાઇ પટેલએ હાથ ધરી અને સંખ્યાબંધ ખેડુતોને જમીન અપાવી હતી. આઝાદીની ચળવળો અને જુનાગઢ આરઝી હકુમતમં પણ રતુભાઇ અદાણી સાથે રહી અને મહત્વની કામગીરી કરી છે તેઓએ સ્વાતંત્રની ચળવળમાં કયારેય  સ્વતંત્ર સેનાની છે. તેવું કહ્યું નથી. તે તેમની વિશેષતા રહી છે મોહનભાઇ પટેલ દ્વારા ખાદી ઉદ્યોગ માટેની સ્થપાાયેલી ગ્રામ ભારતી સંસ્થામાં જુનાગઢનાં મહાનગરપાલીકાના મેયર એવા ધીરૂભાઇ ગોહેલએ માનદ્દ મંત્રી અને ટ્રસ્ટી તરીકે છેલ્લા ૪૦ વર્ષથી એક નિષ્ઠાવાન અને અદના કાર્યકર તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને સેવા કરી રહ્યા છે. મોહનભાઇ પટેલ દ્વારા ખાદી ક્ષેત્રે જે યોગદાન આપવામાં આવી રહ્યું છે ત્યારે તેમની આ વિશિષ્ટ સેવાના ભાગરૂપે આગામી ફેબ્રુઆરી માસમાં મોહનભાઇ પટેલને સન્માનવાનો એક કાર્યક્રમ ગુજરાતની ખાદી સંસ્થાઓ દ્વારા કરવામાં આવનાર છે અને જેનું આયોજન સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ ગાંધીવાદી દેવેન્દ્રભાઇ દેસાઇ તથા મનુભાઇ મહેતા (સાવરકુંડલા) વાળાએ કર્યું છે. અને જેમનાં માર્ગદર્શન હેઠળ તડામાડ તૈયારી હાથ ધરવામાં આવી છે. ગ્રામ સ્વરાજ મંડળ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત આ અભિવાદન કાર્યક્રમ તા. ૬ને સવારે ૧૦ કલાકે જાવીયા રંગભુમિ, કાલરીયા સ્કુલ પરિસર, કોલેજ રોડ, જુનાગઢ ખાતે યોજાઇ રહ્યા છે.ે તા.૬ ફેબ્રુઆરી એટલે સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઢેબરભાઇ પટેલની પુણ્યતિથી દિવસે છે.જેથી આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે. મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ તથા રાજયના કુટીર ઉદ્યોગ અને ખાદી ગ્રામ ઉદ્યોગના મંત્રી જયેશભાઇ રાદડીયા ઉપસ્થિત રહેશે પ્રમુખ સ્થાન આજીવન લોકસેવક અને ગુજરાતની વિવિધ ખાદી સંસ્થાઓના સંચાલક સવારકુંડલાના મનુભાઇ મહેતા સંભાળશે. જયારે જુનાગઢ મેયર અને જુનાગઢની ખાદી સંસ્થા, ગ્રામ ભારતીના માનદ્દમંત્રી ધીરૂભાઇ ગોહેલની વિશિષ્ટ ઉપસ્થિતી રહેશે ગુજરાતભરમાંથી ખાદી ક્ષેત્રે, રચનાત્મક ક્ષેત્રે અને સર્વોદય ક્ષેત્રે કામ કરતા આગેવાનો અને કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતી રહેશે. આ કાર્યક્રમાં ખાદી ગ્રામ ઉદ્યોગ આજીવન ખાદીધારી અને રચનાત્મક ક્ષેત્રે તથા મોહનભાઇ પટેલ સાજે સંકળાયેલ તમામ શ્રેષ્ઠીઓને ઉપસ્થિત રહેવા જુનાગઢની ખાદી સંસ્થાઓના માનદ્દમંત્રી ધીરૂભાઇ ગોહેલની યાદીમાં જણાવાયુ છે.

(11:38 am IST)