Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

માળીયા હાટીનાના દૂધાળા ગામે બોગસ ડોકટર ઝડપાયો

રૂ. ૧.૧૧ લાખની એલોપેથીક દવાનો જથ્થો કબ્જે

જુનાગઢ તા. પ :.. માળીયા હાટીનાનાં દૂધાળા-ગીર ગામેથી બોગસ ડોકટર રૂ. ૧.૧૧ લાખની એલોપેથીક દવા સાથે ઝડપાયો હોવાનું જાણવા મળેલ છે.

માળીયા હાટીના તાલુકાનાં દૂધાળા-ગીર ગામે મૂળ તલોદ્રાનો વતની જગદીશ કરશનભાઇ ડાકી (ઉ.૧૪) નામનો શખ્સ ગેરકાયદે ડોકટર બની પ્રેકટીસ કરતો હોવાની જાણ થતાં તાલુકા હેલ્થ ઓફીસર ડો. રવિન્દ્ર ચુડાસમા વગેરે દોડી ગયા હતાં.

તપાસમાં જગદીશ ડાકી કોઇપણ પ્રકારની પ્રમાણીત યોગ્ય ડીગ્રી કે રજીસ્ટ્રેશન વગર દવાખાનું ચલાવી માણસોની જીંદગી જોખમાય તે રીતે મેડીકલ પ્રેકટીસ કરતો હોવાનું માલુમ પડયું હતું.

આ શખ્સનાં દવાખાનામાંથી રૂ. ૧,૧૧,૪૧પ ની કિંમતની એલોપેથીક દવા અને સાધનો મળી આવતા કબ્જે કરવામાં આવ્યા હતાં.

બોગસ ડોકટર જગદીશ સામે પોલીસ ધોરણસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી. વધુ તપાસ જમાદાર એન. એન. ડાંગર ચલાવી રહ્યા છે.

(11:25 am IST)