Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ધોરાજીમાં પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યા હલ કરવા ઝૂંબેશ

ધોરાજીઃ નવનિયુકત પોલીસ ઇન્સ્પેકટર એલ એલ ભટ્ટ તેમજ ધોરાજી પોલીસ સ્ટાફ દ્વારા ધોરાજી શહેરની મુખ્ય બજારોમાં અને ભીડભાડવાળા વિસ્તારમાં ગેરકાયદે દબાણો લારી ગલ્લાઓ અને અડચણરૂપ દબાણોને તેમજ ટ્રાફિક સમસ્યા હલ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરાઇ હતી. ખાસ ઝુંબેશ માં ધોરાજીના ગેલેકસી ચોક ત્રણ દરવાજા મુખ્ય બજાર હવેલી શેરી સોની બજાર સહિતના વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી અડચણરૂપ લારી-ગલ્લાવાળાઓને ખસેડવામાં આવ્યા હતા તેમજ પોતાની દુકાન બહાર ઓટલા કાઢી વેપાર કરતા વેપારીઓને કડક હિદાયત આપી તેમનો સામાન બજાર વચ્ચેથી લેવડાવી અને વાહનચાલકો અને રાહદારીઓ માટે આવ જવાનો રસ્તો સરળ બની રહે તેમજ ટ્રાફિક અંગેની સમસ્યા દૂર થાય તે પ્રકારે કાર્યવાહી હાથ ધરી હતી. આ તકે ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર એલ એલ ભટ્ટએ જણાવ્યું હતું કે ધોરાજી શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સાથે બજારોમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવી તે અમારી પ્રાથમિકતા રહેશે તેમજ ટ્રાફિક અંગેની ડ્રાઈવ દરરોજ કરવામાં આવશે. ધોરાજીમાં કડક અને બાહોશ અધિકારી નિમણૂકથી ગેરકાયદે પ્રવૃત્ત્િ। કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.(તસ્વીર-અહેવાલઃ કિશોર રાઠોડ ધોરાજી)(૨૨.૫)

 

(11:49 am IST)