Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

માળીયા મિંયાણા પાસે ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા ચાલકને ઇજા

મોરબી : માળિયા હાઈવે પરના ઓવરબ્રીજ પાસે આગળ જતા ટ્રકની પાછળ ટ્રક ઘુસી ગયો હતો અને અકસ્માતમાં ટ્રકની કેબીન અન્ય ટ્રકમાં ઘુસી ગઈ હોય જેથી ટ્રક ચાલક ફસાયો હતો. બનાવની જાણ થતા માળિયા પોલીસ અને ૧૦૮ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રક ચાલકને બચાવવા એકથી દોઢ કલાસ સુધી મથામણ કરી હતી અને આખરે ટ્રકચાલકને બચાવી લેવાયો હતો અને ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)(૨૧.૧૭)

(11:41 am IST)