Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ઉનાની ભટ્ટ કોલેજ દ્વારા ટેનીસ ટુર્નામેન્ટ, સ્વચ્છતા અભિયાન અને હેપીનેસ કાર્યક્રમ

કોડીનાર, ગઢડા તાલુકાના યુવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ઉનાની એ.આર. ભટ્ટૃ કોલેજ દ્વારા કોલેજ સંકુલમાં સ્વચ્છતા અભિયાન તેમજ યુવા પ્રતિભા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયેલ તે પ્રસંગની તસ્વીર.

ઉનાના, તા. પ :  એ.આર. ભટ્ટ કોલેજ-ઉના દ્વારા વિદ્યાર્થીઓના ઉત્કર્ષ અને વિકાસ અર્થે યુવા પ્રતિભા ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ કુલ ત્રણ દિવસ ચાલેલા આ ટુર્નામેન્ટમાં ઉના, કોડીનાર, ગીર-ગઢડા, તાલુકાની કુલ ૭ કોલેજે ભાગ લીયેલ આ ટુર્નામેન્ટનાં ઉદ્ઘાટન સમારંભમાં ભરતભાઇ ભટ્ટા (ગીર વિકાસ મંડળ-ઉના) તેમજ એ.આર. ભટ્ટૃ કોલેજ-ઉનાનાં પ્રિન્સીપાલ જાનવી મેડમ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહન બાળ પુરૂ પાડયું હતું.

સ્વચ્છતા અભિયાન

ટુર્નામેન્ટ વી.બી. નાંડોળા કોમ્પ્યુટર સાયન્સ કોલેજ-ભાચા વિજેતા બની હતી. આ ટુર્નામેન્ટમાં વિદ્યાર્થીઓને વિવિધ ઇનામો આપી પ્રોત્સહન આપવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં નયનસર દ્વારા ઓનલાઇન સ્કોરની સુવિધા રાખવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા એ.આર. ભટ્ટૃ કોલેજ-ઉનાનાં મેનેજમેન્ટ સ્ટાફમાંથી સિધ્ધાર્થભાઇ ઓઝા સ્ટાફ માંથી નયનસાર, ભાવિનસર, કુલદિપસર, વિજયસર, કેતનસર, બાલક્રિષ્નાસાર, વિદ્યાર્થીમાંથી કાર્તિક, જેઠવા, નિલેષ રાઠોડ, તપન મોરી અને વિદ્યાર્થીઓએ ભારી જહેમત ઉઠાવી હતી. સમગ્ર મેનેજમેન્ટ અશ્વિનભાઇ ડાભીનાં માર્ગદર્શન નીચે કરવામાં એ.આર. ભટ્ટ કોલેજ-ઉના દ્વારા સ્વચ્છ ભારત અંતર્ગત કોલેજ કેમ્પસ સફાઇ કાર્યક્રમનું આયોજન કરેલ તેમાં કોલેજનાં વિદ્યાર્થી અને સ્ટાફ દ્વારા કેમ્પસ સફાઇ કરેલ અને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજનાં સ્ટાફમાંથી નયરભાઇ ભાવિનભાઇ, કેતનભાઇ, વિજયભાઇ અને વિદ્યાર્થીમાંથી કાર્તિક જેઠાવ, રોહન ઝણકાટ, નિલેષ રાઠોડ, રિયા પારેખ વગેરે વિદ્યાર્થીઓ એ જહેમત ઉઠાવી હતી.

સિલોજ ગામની શાળાનાં કાર્યક્રમ

એ.આર. ભટ્ટૃ કોલેજ-ઉનાના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યરત હેપીનેસ કલબ દ્વારા સિલોજ પ્રાથમિક શાળા ના બાળકો સાથે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઉપયોગી વિડીયો દ્વારા વિદ્યાર્થીઓ સાથે ખુલ્લી ચર્ચા અને સમજુતી આપવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મતની રમતો રમાડી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેપીનેસ કલબનાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એ.આર. ભટ્ટ કોલેજમાં જીજ્ઞેશ, મીરા, નિશા, રવી, કાજલ, રંજન, ખ્યાતી, ડોલી, બ્રિજેશા, મયુરી, મેધના, સાગર, કપિલ, અશોક, રવજી, જલ્પેન્દ્ર ઓમકાર, ઉર્વિશા વગેરેએ તૈયારી કરી હતી. (૯.ર)

(12:19 pm IST)