Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

દિલીપ સંઘાણી દંપતી કોરોનાથી મુકત

રાજકોટઃ. જાણીતા સહકારી અને રાજકીય નેતા પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી દિલીપ સંઘાણી, તેમના જીવનસંગીની શ્રીમતી ગીતાબેન તથા સૂપુત્ર અને પુત્રવધુને હળવા લક્ષણો સાથે ૧૫ દિવસ પહેલા કોરોના લાગુ પડેલ. ગઈકાલે પરિવારના ચારેય સભ્યોનો રીપોર્ટ નેગેટીવ આવી ગયો છે. બધાની તબિયત એકદમ સારી છે. શ્રી સંઘાણીએ રાબેતા મુજબની પ્રવૃતિનો પુનઃ પ્રારંભ કરી દીધો છે. (મો. ૯૪૨૬૬ ૨૨૯૨૯-ગાંધીનગર)

(12:39 pm IST)