Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ગોંડલમાં રાજકોટની રેહાનાને પતિ જાકીરે ઘુસ્તા-પાટાનો માર માર્યોઃ સારવારમાં

અવાર-નવાર પતિ ખોટી શંકા કરી ઝઘડા કરતો હોવાનો પિતાનો આક્ષેપ

રાજકોટ તા. ૫: ગોંડલમાં બરકતીપરામાં બોદલશાપીરની દરગાહ પાસે રહેતી રેહાના જાકીર રફાઇ (ઉ.વ.૨૦)ને પતિ જાકીર મુસ્તાકભાઇ રફાઇએ ઘુસ્તા પાટાનો માર મારતાં તેણીએ રાજકોટ રૂખડીયાકોલોની રાજીવનગરમાં રહેતાં પિતા બોદુશાને જાણ કરતાં તેઓએ તેણીને ગોંડલથી રાજકોટ લાવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી.

આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરી કરી હતી. રેહાનાના પિતા બોદુશાના કહેવા મુજબ દિકરીના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા છે. પતિ જાકીર રફાઇ ડુંગળી વેંચે છે. કેટલાક સમયથી તે પોતાની માતા સહિતની ચડામણીને કારણે મારી દિકરી રેહાનાને મારકુટ કરી હેરાન કરતો હતો. ખોટી શંકાઓ પણ કરતો હતો. હાલમાં ધંધામાં મંદી હોઇ બે ત્રણ દિવસથી તે માથાકુટ કરતો હતો અને ગઇકાલે દિકરીને વધુ માર મારતાં તેણીએ ફોન કરતાં હું તેને તેડી લાવ્યો હતો. આ અંગે અમે મહિલા પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી છે.

(11:22 am IST)