Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

સુરેન્દ્રનગર બંધને મજબૂત પ્રતિસાદ : સઘન સલામતી

સુરેન્દ્રનગરમાં સિનિયર સિટીજનો દ્વારા બંધ અપાયું: રેલીના સ્વરુપમાં કલેકટરને આવેદનપત્ર સુપરત કરીને પાલિકાના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા માંગ કરાઈ

સુરેન્દ્રનગર, તા.૫, સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાઓને મામલે પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી સતત ઉપેક્ષાની વચ્ચે આજે સિનિયર સિટીજનો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડતા સુરેન્દ્રનગરમાં જડબેસલાક બંધની અસર જોવા મળી હતી.દરમિયાન આજે રેલીના કરવામાં આવેલા આયોજનમાં લોકો સ્વંયભૂ જોડાતા હજારો લોકો રેલીમાં જોડાયા હતા.જ્યાં પાલિકાના પ્રશ્નોનું  તાકીદે નિરાકરણ લાવવા માટે કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યુ હતુ.આ અંગે મળતી માહિતી અનુસાર,આજે સુરેન્દ્રનગરમાં બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ આ બંધમાં લોકો સ્વંયભૂ જોડાતા નગરમાં બંધને પગલે વેપાર-ધંધા ઠપ જોવા મળ્યા હતા.આજના બંધમાં સિનિયર સિટીજન ઉપરાંત તબીબો અને સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.ચોટીલાના ધારાસભ્ય પણ જોડાયા હતા આજના બંધ પાછળનું મુખ્ય કારણ સુરેન્દ્રનગરમાં પાલિકા દ્વારા રોડ,પાણી અને સફાઈ જેવી સુવિધાઓ આપવામાં આવી રહેલી સ્થાનિક રહીશોને ખો બાદ વિરોધ દર્શાવવા માટે લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.બંધના એલાન દરમિયાન આજે એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં કલેકટરને આવેદનપત્ર આપીને  પાલિકાના પ્રશ્નોનુ તાકીદે નિરાકરણ લાવવા માંગણી કરવામાં આવી હતી.રેલીના પગલે સુરેન્દ્રનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.રેલી આકારે લોકો પાલિકાની બરો કચેરી ખાતે પહોંચી ગયા હતા જ્યાં ચીફ ઓફિસરને પાલિકાના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવતા તેમણે સમયની માંગણી કરી હતી જ્યારે કલેકટર પાસે નગરમા બનાવવામા આવેલા ખરાબ રોડ અને જે રોડ બનાવવામાં આવ્યા તે માત્ર ત્રણ માસમાં તૂટી ગયા હોઈ આચરવામા આવેલા વ્યાપક ભ્રષ્ટાચાર મામલે પણ ઉગ્ર રજૂઆત કરવામા આવી હતી.ઉપરાંત પીવાના પાણી અને ગંદકી મામલેના પ્રશ્નોનુ નિરાકરણ લાવવા પણ માંગણી કરવામાં આવી હતી.

(10:14 pm IST)