Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

પોરબંદરમાં કાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાઃ ૩૭૪ તરવૈયાઓની રેકર્ડબ્રેક એન્ટ્રી

પોરબંદર, તા. ૫ :. અહીં શ્રી રામ સ્વીમીંગ કલબ દ્વારા કાલથી ૨ દિવસીય રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો ચોપાટી દરીયાકાંઠે પ્રારંભ થશે. પ્રમુખ હરીશભાઈ પાંઉએ જણાવેલ કે સ્પર્ધામાં ગત વર્ષ કરતા રેકર્ડ બ્રેક ૩૭૪ તરવૈયાઓની એન્ટ્રી આવી છે.

આ સ્પર્ધામાં ૫૭ પેરા સ્વીમીંગ તરવૈયા જોડાશે. દિવ્યાંગ સ્પર્ધકો પણ ભાગ લેશે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર દિલ્હી બંગાળ તેલગણા રાજસ્થાન હરીયાણામાંથી તરણ સ્પર્ધકો આવ્યા છે.તરવૈયાઓની સુરક્ષા માટે નૌસેના, તટ રક્ષક દળ, સીમા સુરક્ષા દળ, મરીન પોલીસ તથા પાલિકા ફાયર બ્રિગેડ હાજર રહેશે. ગત તા. ૩૧મીએ રાજ્યકક્ષાની તરણ સ્પર્ધાના સફળ આયોજન બાદ આવતીકાલે રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા બપોરે ૧.૩૦ વાગ્યે પ્રારંભ થશે. ૧૦ કિ.મી. તરણ સ્પધાર્છ યોજાશે. બીજે દિવસે વિવિધ તરણ સ્પર્ધા અને વિજેતાઓનો ઈનામ વિતરણ સમારંભ યોજાશે.

(4:43 pm IST)