Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

બીલખાના પોલીસ કર્મી પર હુમલો કરનાર હીસ્ટ્રીશીટર જૂનાગઢ સારવારમાં

અન્ય ૪ શખ્સોની ધરપકડ માટે તજવીજ

જૂનાગઢ તા. પઃ બીલખાનાં પોલીસ કર્મી. પર હુમલો કરનાર હીસ્ટ્રીશીટર જૂનાગઢ ખાતે સારવાર હેઠળ હોય અન્ય ૪ શખ્સોની ધરપકડ માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

જુનાગઢનાં બીલખાના દેવીપૂજક રસીક હરસુખ સોલંકી ઉપર તેનાં ભાઇ પ્રકાશે હુમલો કરતાં રસીક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ.

જેની જાણ થતા બીલખાનાં કોન્સ્ટેબલ બોદુભાઇ અબ્દુલ મોરી ફરિયાદ લેવા માટે ગયા હતા ત્યારે અહીં હાજર હીસ્ટ્રીશીટર વિરાજ ઉફે.ર્ શિવો નાજભાઇ જેબલીયાએ ફરિયાદ લેવાની નથી તેમ કહી રવાના થઇ જાવ તેમ કહી બોડુભાઇ પર હુમલો કરી શિવરાજ નાસી ગયો હતો.

આ અંગેની જાણ થતાં પોલીસ સ્ટાફે શિવરાજને ઝડપી લીધો હતો પરંતુ રઘુ ઉદડ, મિલન ઉર્ફે માખી, રાજુ જેબલીયા અને ઉમેદ જેબલીયા ધસી આવી શિવરાજને છોડાવી જવાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે પોલીસે કાર્યવાહી કરતાં શિવરાજ વાઇની બિમારી હોય ખેંચ આવે છે તેવું જણાવી જુનાગઢ સિવીલ હોસ્પિટલે સારવાર માટે દાખલ થઇ ગયો હતો. જયારે અન્ય ચાર શખ્સો નાસી ગયા હતા.

તપાસનીસ પી.એસ.આઇ. કે. કે. ઓડેદરાએ જણાવેલ કે, શિવરાજ ડિસ્ચાર્જ થયે તેની ધરપકડ કરાશે જયારે અન્ય શખ્સોને ઝડપી લેવા માટે તપાસ ચાલી રહી છે.

(3:54 pm IST)