Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

જુનાગઢમાં રાજકોટના અશ્વપાલક શામજીભાઇ ખૂંટની કાઠિયાવાડી ઘોડીના પેટમાં શંકાસ્પદ કેન્સરની ૯ કિલોની ગાંઠનું ઓપરેશન

જુનાગઢ : જૂનાગઢની કૃષિ યુનિવર્સીટીમાં આવેલી વેટરનરી કોલેજ કમ હોસ્પિટલમાં રાજકોટની કાઠિયાવાડી ઘોડીના પેટમાં શંકાસ્પદ કેન્સરની ૯ કિલોની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ૯ વર્ષની શેણ નામની ઘોડી છેલ્લા બે મહિનાથી બિમાર હતી. બે કલાક સુધી જૂનાગઢ વેટરનરી કોલેજના ઓપરેશન વિભાગના પશુ તબીબોએ ઓપરેશન કરી ઘોડીને પીડામાંથી મુકત કરી હતી.

જૂનાગઢ વેટરનરી કોલેજ હોસ્પીટલ(ટીચીંગ વેટરનરી કલીનીક કોમ્પલેકસ (ટીવીસીસી)માં રાજકોટ થી  સહકારીક્ષેત્રનાં આગેવાન અને કન્યાશિક્ષણ ક્ષેત્રે કેળવણીકાર એવા શામજીભાઇ ખુંટ તેમનાં અશ્વની સારવાર માટે આવ્યા ત્યારે તેમણે પ્રતીક્રીયા આપતા જણાવ્યુ કે હું ૩૦ વર્ષથી અશ્વોનું સંવર્ધન કરુ છુ. જૂનાગઢની પશુચિકીત્સા મહાવિદ્યાલયની વેટરનરી કલીનીક કોમ્પલેકસ (ટીવીસીસી)માં ગુજરાતની શ્રેષ્ઠત્ત્।મ કક્ષાની સારવાર પશુઓને નિઃશુલ્ક રીતે પ્રાપ્ય છે. આજે મારી કાઠીયાવાડી નસલની તાજણ જાતની ઘોડીનાં પેટમાં ગાંઠ હોવાનાં કારણો જણાંતા બિમારાવસ્થામાં સારવાર માટે લાવ્યો હતો. અહીંનાં પશુચિકીત્સકો ડો. જે.એચ. પટેલ, ડો.જાવીયાએ  ઘોડાની નિદાન બાદ તેમનાં પેટની ગાંઠની સર્જરી કરવાનું જણાવતા આજે તેમની સફળ સર્જરી કરવામાં આવી છે.

બીજી તરફ જૂનાગઢની આ સરકારી પશુ હોસપિટલમાં  માણસોની જે રીતે દેખાવ માટે વિવીધ સારવાર કરવામાં આવે છે તે રીતે પશુની રૂવાડી અને વાળની સુંદરતાની સાથે ચામડીના મુળ દેખાવ માટે  બ્યુટીફિકેશન વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.પશુ પાલકોને ઘણી વખત સારી ઓલાદના પશુના સારા દેખાવને લીધે પણ પશુના વેંચાણ વખતે સારી રકમ મળતી હોય છે.એ ધ્યાને રાખીને આ સારવાર શરૂ કરવામાં આવી છે તેમ ડો. રાવલે જણાવ્યું હતું.

આ વેટરનરી પશુચિકિત્સાલય વિભાગ દ્વારા સ્નાતક કક્ષાનાં વિદ્યાર્થીઓ માટે પશુરોગનાં નિદાન અને સારવારના શિક્ષણની કામગીરી સાથે સાથે વાડલા અને શાપુર જેવા નજીકનાં ગામોમાં સોમથી શુક્ર દરમ્યાન એમ્બુલેટરી સેવાઓ આપવામાં આવે છે.

પશુચિકીત્સા મહાવિદ્યાલય દ્વારા છેલ્લા એક વર્ષમાં ૨૫ થી વધુ પશુરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જુદા જુદા ગામોનાં ૧૦૧૭૫૪ પશુઓને વિવિધ બીમારીઓને અનુરૂપ સારવાર કરવામાં આવી હતી. પશુચિકીત્સા મહાવિદ્યાલયની ટીચીંગ વેટરનરી કલીનીકલમાં સારવાર અર્થે આવતાં પશુઓની માસિક સંખ્યા સરેરાશ ૫૨૮ જેટલી છે. પશુઓની જુદી જુદી બીમારીઓનાં નિદાન માટે ડીઝીટલ એકસરે મશીન, સોનોગ્રાફી મશીન, ડેન્ટલ કેર યુનિટ, સીરમ એનાલાઈઝર, વેટપેશન્ટ મોનીટર, ક્રાયોસર્જરી યુનીટ, અદ્યત્ત્।ન પશુરોગ નિદાન પ્રયોગશાળા, આ ઉપરાંત નવનિર્મિત સ્મોલ એનીમલ કોલેજ હોસ્પીટલ(ટીચીંગ વેટરનરી કલીનીક કોમ્પલેકસ (ટીવીસીસી) બિલ્ડીંગ ખાતે નાના પાલતુ પશુઓની સારવાર સાથે સાથે પેટ બ્યુટીફીકેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવેલ છે.

(3:53 pm IST)