Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

સાસણ પાસે જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા અટકાવતા રાજકોટના જયદીપસિંહ ઝાલા સહિત ૪ શખ્સોનો વન કર્મી પર હુમલો

દરવાજો તોડીને કારમાં નાસેલાઃ મોડી રાત્રે ધરપકડ

જુનાગઢ તા. પ : સાસણ પાસેના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ૪ શખ્સેએ બે વન  કર્મી ઉપર હુમલો કર્યો હતો દરવાજો તોડીને કારમાંં નાસેલા આ શખ્સોન રાત્રે પોલીસે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરીછે

આ અંગેની વિગતો એવી છેકે સાસણ ખાતે ફરજ બજાવતા વન કર્મી ધીરજલાલ પ્રાણલાલ દવે (ઉ.પપ) સહિતના બે કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે ટુીરઝન ગોઠીયો સિંહ દર્શન જુનાગઢના ખામધ્રોળ રોડનો દુષ્યતસિંહ નિર્મળસિંહ ઝાલા, ભાવેશ અમૃતલાલ સુરેશ માનપુર ગામનો ઉદય ચંદ્રકાંત ઠાકર અને  રાજકોટના ભકિતનગર વિસ્તારમાં રહેતો જયદીપસિંહ ક્રિપાલસિંહ ઝાલા સ્વીફટ કારમાં સિંહ દર્શન કરતા હતા.

આથી ધીરજલાલ દવેએ સિંહ દર્શનની પરમીટ માંગતા આ શખ્સોએ જંગલના ભાંભાફોડ નાકા ખાતે બોલાચાલી કરીને માર માર્યો હતો.

આ પછી હુમલાખોરો તેની જીજે-૧૧-બીએચ-૮૮ નંબરની સ્વીફટ કારમાં નાકાના દરવાજો નોડીને નાસી ગયા હતા.

આ અંગે મેંદરડા પોલીસે ત્વરીત ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પીએસઆઇ ગઢવીએ રાત્રે જ ચારેય શખ્સોની ધરપકડ કરવાની સાથે તેમની પાસેથી કાર પણ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

(3:38 pm IST)