Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

રાણાવાવ પાલિકા કચેરીને તાળા બંધીઃ ચાવી કલેકટરને સોંપી

પાલિકાના ચૂંટાયેલા ભાજપ કોંગ્રેસ અને એનસીપીના સભ્યો દ્વારા તાળા બંધીઃ ૪ માસથી કર્મચારીઓના પગાર ચુકવાતા નથીઃ લાઇટ પાણી અને સફાઇના પ્રશ્નોઃ ચીફ ઓફિસર હાજરી આપતા નથી

રાણાવાવ તા.૫: નાગરપાલિકાના ચૂંટાયેલા ભાજપ કોંગ્રેસ અને એનસીપીના રોષે ભરાયેલ સભ્યોએ આજે ૧૧-૩૦ પછી નગરપાલિકા કચેરીને તાળા બંધી કરીને ચાવી કલેકટરને સોંપવામાં નીકળી ગયા હતા.

નગરપાલિકાના કથળતા વહીવટની લાંબા સમયથી ફરિયાદો ઉઠી રહેલ છે શહેરમાં લાઇટ પાણી અને સફાઇ પ્રશ્ન અણ ઉકેલ રહેલ છે ફરિયાદો સાંભળવામાં આવતી નથી ગ્રાન્ટનો પણ પ્રશ્ન છે

કર્મચારીઓના ૪-૪ માસથી પગાર થયેલ નથી. ચીફ ઓફિસર નગરપાલિકા કચેરીએ નિયમીત આવતા નથી વગેરે ફરિયાદો સાંભળવામાં આવતી ન હોય સભ્યો રોષે ભરાયેલ છે.

(3:36 pm IST)