Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ગીર સોમનાથના રસુલપરા ગામમાં સોલાર સ્ટ્રીટલાઇટ પ્રોજેકટ

ઇકો ડેવલોપમેન્ટ સમિતી દ્વારા રૂ.૩.૭૦ લાખના ખર્ચે ૪૯ ટ્યુબલાઇટો લગાડાઇ

ગીરસોમનાથઃ જીલ્લાના રસુલપરામાં કાર્યરત સોલાર પ્રોજેકટ નજરે પડે છે.

ગીરસોમનાથ તા.૫: ગીરસોમનાથ જીલ્લાના રસુલપરા ગામમા સોલાર સ્ટ્રીટલાઇટ પ્રોજેકટ કાર્યરત કરાયો છે આ પ્રોજેકટનું આજે બપોરે વનવિભાગના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના હોદે્દારોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.

રસુલપરા ઇ.ડી.સી.ની સ્થાપના સને ૧૯૯૮-૯૯ માં થયેલ છે કારોબારીની સભ્ય સંખ્યા ૧૬ છે. જેના સેક્રેટરી રાઉન્ડ ફોરેસ્ટર આર.પી.વાઢેર છે. તેમના પ્રમુખ કાળાભાઇ પોપટભાઇ પટેલ છે.

હાઇ ઇ.ડી.સી.હસ્તક ચાલુ ખાતામાં રકમ રૂપિયા ૧,૮૦,૮૪૬ અને ફીકસ ડીપોઝીટ રકમ રૂપિયા ૧,૮૯,૩૬ર કુલ મળી રકમ રૂપિયા ૩,૭૦,ર૦૮ છે ચાલુ વર્ષ ર૦૧૭-૧૮ ના વર્ષ દરમ્યાન સોલાર સ્ટ્રિટ લાઇટ ૪૯ લગાડવાની કામગીરીની પુર્ણ કરેલ છે જેનો કુલ ખર્ચ રૂ.૩,૭૦,૦૦૦ થયેલ છે.

સોલાર મોડયુલ રપ૦ વોલ્ટ સોલાર સ્ટ્રિટ લાઇટ ૩ કિલો વોલ્ટની કેપેસીટી ૪૯ સોલાર લાઇટ ૩ કિલ્લો વોલ્ટ છે.

આ કામગીરી રસુલપરા ઇકો ડેવલોપેમન્ટ સમિતિ વન વિભાગ પી.જી.વી.સી.એલ. તથા સોલાર પોજેકટ એન્ડ ડીઝાઇન રાયચુરા દ્વારા પુર્ણ કરવામાં આવે છે.

(1:11 pm IST)