Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

અમરેલીમાં કાલથી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીકૃષ્ણ કથામૃતમ

સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા એક હજાર સ્વયંમ સેવકોની ફોજ તૈનાતઃ ૨૫૦૦૦ વ્યકિતઓ બેસી શકે તેવો સમીયાણો

અમરેલી તા.૫: આવી ઉજાસની હેલી ઝળહળ ઝળહળ અમરેલી વર્ષો બાદ અમરેલીના આંગણે પ.પૂ. રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)ના વ્યાસાસને શ્રી કૃષઅણકથામૃતનું ભવ્ય આયોજન સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શનિવારે સવારના ૭-૩૦ કલાકે દેવાધિદેવ મહાદેવ નાગનાથ મહાદેવના સાનિધ્યથી પોથીયાત્રા નિકળશે. જે રાજકમલ ચોક, સ્ટેશન રોડ, રેલ્વે સ્ટેશન, કોલેજચોકથી લાઠી રોડે પસાર થઇ સભામંડપમાં પહોંચશે.

આ પોથીયાત્રામાં આજુબાજુના ગામમાંથી ગાડાઓ અને ટ્રેકટરો સાથે વિશાળ સંખ્યામાં તમામ સમાજનાલોકો જોડાશે. આ પોથીયાત્રામાં અંદાજે ૧૫૦૦૦ જેટલા લોકો જોડાશે. સાથે ૧૦૦૦ જેટલા યુવાનો સાફા પહેરીસ્કુટર રેલી દ્વારા પોથીયાત્રાનું સ્વાગત કરશે.

આ સભામંડપમાં એકી સાથે ૨૫૦૦૦ વ્યકિતઓ બેસી શકે તેવો વિશાળ સમીયાણો અમરેલીના પટેલ મંડપસર્વિસવાળા ધવલભાઇ વજુભાઇ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. તમામ શ્રોતાઓ માટે ખુરશી પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ સાથે કથા પુર્ણ થયે પ્રસાદના આયોજન માટે વિશાળ અન્નપૂર્ણા ગૃહ પણ બનાવવામાં આવેલ છે. શ્રોતાઓ નિરાતે બેસીને કથાનું રસપાન કરી શકે તે માટે વિશાળ એલ.ઇ.ડી.સ્ક્રીન પણ ગોઠવવામાં આવેલ છે. આ સાથે રાત્રીના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. તેમજ વિશાળ પાકીંગ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ કથામાં તા.૧૦ શ્રી કૃષ્ણ પ્રાગટયોત્સવ,તા. ૧૧શ્રી ગિરિરાજ પૂજન, તા.૧૨ શ્રી રૂક્ષ્મણી વિવાહ તથા તા.૧૩ કથા વિરામ, તથા રાત્રીના તા.૭ના રોજ માયાભાઇ આહિરનો લોકડાયરો, તા.૮ સવારે ૯ કલાકે અમરેલીના યુવા રત્ન કવિશ્રી પ્રણવભાઇ પંડ્યા કાવ્યશૈલીમાં રસપાન કરાવશે, તા.૮ રાત્રીના પોરબંદરના ટ્રેડીશ્નલ ડ્રેસ સાથે રાસની રમઝટ બોલાવવામાં આવશે. તા.૯ સવારે સવારે ૯ કલાકે જય વસાવડાનું પ્રવચન, રાત્રે નિધીબેન ધોળકીયાદ્વારા શ્રીનાથજીની ઝાંખી, તા.૧૦ સવારે સવારે ૯ કલાકે કાઝલ ઓઝા વૈદ્યનું પ્રવચન, રાત્રીના બહેનો દ્વારા ભાતીગળ રાસોત્સવ, તા.૧૧ રાત્રે પ્રફુલભાઇ દવે, દમયંતીબેન બરડાઇ, તથા ઇશાની પ્રફુલભાઇ દવે તેમજ તેમના કલાવૃંદ દ્વારા ડાયરાનીરમઝટ અને તા.૧૨ સવારે શ્રી દિનેશભાઇ પટેલ (આઇ.એ.એસ.)નું સમાજની સામાજીક સમસ્યા વિષે પ્રવચન તેમજ સામાજીક આગેવાનો, પાટીદાર સમાજના મૌભીઓનું પ્રવચન તથા સ્વાગત આ ભવ્યકથામાં અંદાજે ૧૧૦૦ ઉપરાંત સ્વયં સેવકો રોટેશનમાં તેઓની સેવા આપશે.

આ સમસ્ત કથામૃતમનું આયોજન સમસ્ત કડવા પાટીદાર સમાજ વતી જયવંતભાઇ ડાયાભાઇ ફીણાવા, વિજયભાઇ ડાયાભાઇ ફીણાવા તથા સમસ્ત ફીણાવા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.  

(12:44 pm IST)