Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ઠાર સાથે સૌરાષ્ટ્ર - કચ્છમાં જોરદાર ઝાકળવર્ષા

જો કે ઠંડીમાં સામાન્ય ઘટાડોઃ વાહન વ્યવહારને ભારે અસરઃ મોડે સુધી હેડલાઇટો ચાલુ રાખવી પડી

ગોંડલ હાઇવે ઉપર ગાઢ ધુમ્મસઃ ગોંડલ : સર્વત્ર ઝાકળવર્ષા થતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને મોડે સુધી વાહનોની લાઇટો ચાલુ રાખવી પડી હતી અને ગોંડલ તથા ગ્રામ્ય વિસ્તાર અને રાજકોટ - ગોંડલ હાઇવે ઉપર ધુમ્મસની તસ્વીર. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

રાજકોટ તા. ૫ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષા છવાઇ જતા વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી. જોકે, ઝાકળવર્ષા સાથે ઠારનો અનુભવ થયો હતો. આવા વાતાવરણ વચ્ચે ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.

આજે સૌથી નીચુ તાપમાન અમરેલીનું ૮.૦ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નલીયા ૧૦.૫, જામનગર ૧૧.૫, રાજકોટ ૧૨.૬ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

ગોંડલ

ગોંડલ : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઇ જતા વાહન ચાલકોને મોડે સુધી હેડલાઇટ ચાલુ રાખવી પડી હતી અને ચારેબાજુ સફેદ ચાદરથી ગોંડલ - રાજકોટ હાઇવે રોડ ઢકાયેલો જોવા મળ્યો હતો.

ધોરાજી

ધોરાજી : આજે વહેલી સવારથી ભારે ધુમ્મસના કારણે ૫ ફુટ સુધી માંડ દેખાય છે અને વાતાવરણમાં ફેરબદલાવને કારણે નાગરિકો પોતાના વાહનો રોડની સાઇડમાં પાર્ક કરેલા છે અને ભારે ધુમ્મસ વચ્ચે લોકો પણ બહાર નીકળવાનું ટાળે છે અને વાહન ચાલકોને ભારે ધુમ્મસના કારણે અકસ્માતનો ભય દેખાય છે

કયાં કેટલી ઠંડી અને ભેજ

શહેર

લઘુત્તમ તાપમાન

ભેજ

ગાંધીનગર

૮.૦ ડિગ્રી

૮૫%

અમદાવાદ

૮.૬ ,,

૭૫%

મહુવા (સુરત)

૯.૫ ,,

૬૮%

વલસાડ

૧૦.૧ ,,

૮.૩%

નલીયા

૧૦.૫ ,,

૮.૩%

ડીસા

૧૦.૬ ,,

૭૮%

દિવ

૧૦.૬ ,,

૮૩%

વડોદરા

૧૧.૪ ,,

૬૫%

જામનગર

૧૧.૫ ,,

-

પોરબંદર

૧૨.૦ ,,

૮૯%

સુરેન્દ્રનગર

૧૨.૫ ,,

૭૬%

રાજકોટ

૧૨.૬ ,,

૯૩%

(11:34 am IST)