Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

સોમનાથ મંદિરની ર૦૧૭ વર્ષની આવક ર૮ કરોડ

પ્રભાસ પાટણ તા. પ :. સોમનાથ મહાદેવને ર૦૧૭ ડીસેમ્બર સુધીમાં વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં લોકો આવેલ છે અને યાત્રીકોની સંખ્યામાં સતત વધારો થઇ રહેલ છે અને મંદિરની આવકમાં પણ વધારો થઇ રહેલ છે જેમાં જાન્યુઆરી ર૦૧૭ થી ડીસેમ્બર ર૦૧૭ સુધીમાં ર૮ કરોડ જેવી આવક થયેલ છે. અને તા. ર૪ થી ૩૧ સુધીની ૧ કરોડ અને ૧પ લાખ જેવી  આવક થયેલ છે. સમગ્ર વર્ષ દરમ્યાન લોકોનો ઘસારો રહે છે પરંતુ માત્ર ડીસેમ્બર માસમાં ૧૦ લાખથી વધુ લોકોએ સોમનાથ મહાદેવ દર્શનનો લાભ લીધેલ. આ આવક જેમાં પ્રસાદી, ગેસ્ટ હાઉસો, પુજા વિધી, લાઇટ એન્ડ સાઉન્ડ, પાર્કીંગ, ઓન લાઇન પુજા, ક્રેડીડ કાર્ડ  સહિતમાંથી વર્ષ દરમ્યાન ર૮ કરોડની આવક થયેલ છે.

આ બાબતે સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે  વર્ષને વર્ષે યાત્રીકોમાં વધારો થઇ રહેલ છે અને જે ટ્રસ્ટને આવક થઇ રહેલ છે તેમાં યાત્રીકો માટે સુવિધાનો વધારો કરવામાં આવશે અને યાત્રીકોને સોમનાથમાં કોઇ જાતની અગવડતા ન પડે તેની પણ પુરતું ધ્યાન આપવામાં આવશે.

(11:32 am IST)