Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૨૪મીએ તાલુકા કક્ષાનો અને જિલ્લા કક્ષાનો તા. ૨૫મીએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ

સુરેન્દ્રનગર તા. ૫ : સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનોનો તેમના પ્ર'ો તથા ફરિયાદ સ્થાનિક કક્ષાએ હલ થાય  તે માટે મુખ્યમંત્રીશ્રી તરફથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવા નકકી કરેલ છે. જે અંતર્ગત જાન્યુઆરી માસમાં તા.૨૪-૧-૨૦૧૮ ના રોજ દરેક તાલુકા કક્ષાનો અને તા.૨૫/૧/૨૦૧૮ના રોજ  જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૧૦–૧–૨૦૧૮ ના રોજ સાંજના ૬-૦૦ કલાક સુધીમાં તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્ર'ો, ફરિયાદો, જે તે તાલુકાઓના મામલતદારશ્રીઓને પહોંચતા કરવા તથા જિલ્લા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો સબંધિત ખાતા વિભાગોની સબંધકર્તા જિલ્લાકક્ષાની કચેરીના વડાને પહોંચતા કરવા સબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે. અરજીમાં મથાળે માન. મુખ્યમંત્રીશ્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.

અરજદારે તેઓની અરજી/પ્રશ્નો બે નકલમાં મોકલવાના રહેશે. તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજુઆતવાળી એક કરતાં વધુ શાખાના પ્ર'ો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી, નામ સરનામા વગરની કે વ્યકિતગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરીક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. સરકારી કર્મચારીઓના સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેકીંગ અંગેના પ્રશ્નો કે ભુકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં. જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટરશ્રીની જણાવાયું છે.

મુળી તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે  સંચાલક –કમ-કુક ની નિમણૂંક કરાશે

મામલતદારશ્રી – મુળીની યાદીમાં જણાવ્યા પ્રમાણે મુળી તાલુકાના ધર્મેન્દ્રગઢ, વડધ્રા પ્રાથમિક શાળા, રામપરડા (સ્ટેશન), મુળી-૬ અને નાળીયેરી ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કુકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, મુળી ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે તા.૧૬/૧/૨૦૧૮ સુધીમાં મામલતદાર કચેરી મુળી ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાના રહેશે

(11:31 am IST)