Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

જેતપુર જેસીઝ દ્વારા સેવાકાર્યોનો ધમધમાટ

 નવાગઢઃ 'માનવ સેવા એ જ પ્રભુ સેવા' ના સૂત્રને ખરા અર્થમાં જેતપુર જેસીઝની ટીમ પ્રમુખ અલ્પેશ ભુવાના નેતૃત્વમાં સાર્થક કરી રહી છે. તાજેતરમાં '૨૦૧૭ - બાય..બાય...'નો રંગારંગ કાર્યક્રમ જેસીઝ વીંગના ચેરપર્સન શ્રીમતી અમી ભુવાની રાહબરી તળે યોજાયો હતો. આ જેતપુર જેસીઝની સુપ્રીમો અલ્પેશ ભુવાએ પાસ્ટ ઝોન પ્રમુખ મનીષ ધ્રુવની હાજરીમા જણાવ્યુ કે ૨૦૧૮માં સેવાકીય કાર્યની હારમાળા સર્જવી છે. આ તકે ઝોન ડાયરેકટર સતિષ કોયાણી ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીર-અહેવાલઃ નિતીન વસાણી-નવાગઢ)

(11:31 am IST)