Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

મોટી કુંકાવાવમાં પુરૂષોત્તમ પ્રતિષ્ઠા મહોત્સવ

શ્રીમદ્ ભાગવતજી સહિત પાઠ પારાયણઃ બ્રહ્મ સંબંધઃ વચનામૃત

મોટી કુંકાવાવ તા. ૫: શ્રી પુરૂષોત્તમ પ્રતિષ્ઠા મહોત્સવનો અમરેલી રોડ ઘનશ્યામનગર સામે પ્રારંભ થયો છે. આચાર્યશ્રીઓની પાવન પધરામણી થઇ રહી છે. આવતીકાલે શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટયપીઠ યુવરાજ પુરૂષોતમ લાલજી મહારાજ (રાજુબાવા) પધારશે. મહોત્સવમાં ગોકુલનાથ મહોદય (મુંબઇ રાજકોટ), યુવા આચાર્ય પુ.ગો. ૧૦૮ ગોવર્ધનેશજી મહોદય, (કડી અમદાવાદ) ૧૦૦૮ રાકેશપ્રસાદજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવ ગાદીપીઠાધિપતી (વડતાલ ધામ) તથા પ્રભુજી મહારાજ (સુરત બગસરા) પધારશે.  મહોત્સવમાં પુ.પા.ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી શ્રીમદ ભાગવત વચનામૃતનું રસપાન કરાવી રહેલ છે. કાલે વહાર અવતારૂ કપિલ અવતાર પ્રસંગ ઉજવાશે રવિવોર રામ જન્મ કૃષ્ણ જન્મ અને નંદમહોત્સવ ઉજવાશે. સોમવારે ગોવર્ધનલીલા તથા મંગળવારે રૂક્ષ્મણી વિવાહ તથા તા. ૧૦મીએ કથા વિરામ કરાશે.

(11:30 am IST)