Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

પ્રભાસપાટણમાં બાળકોના ઈનામની રૂ. ૫૦-૨૦૦ તેમજ અન્ય આબેહુબ નોટો આવી

અભણ ગ્રામ્ય પ્રજા છેતરાય જાય તેવી અસલી નોટો જેવી જ લાગે છેઃ પ્રતિબંધ જરૂરી

પ્રભાસપાટણની બજારમાં હમણા જ બહાર પડેલી નવી ૫૦ અને રૂ. ૨૦૦ની આબેહુબ પ્લાસ્ટિકની બાળકોના ઈનામમાં નોટો આવી છે. જેથી અભણ લોકો છેતરાઈ શકે છે. તસ્વીરમાં નવી ઈનામની નોટો નજરે પડે છે (તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)

પ્રભાસપાટણ, તા. ૫ :. ગોલી, બિસ્કીટ અને બબલાની દુકાનોમાં બાળકોની રમત માટે એક રૂપિયાના ઈનામની ટીકીટમાં ૫૦, ૨૦૦ અને અન્ય નોટો લાગે અને બાળકો આનંદ અનુભવે. જો કે આ પ્લાસ્ટિકની નોટો જે ઈનામોમાં વેચે છે અને નાના બાળકોને આવા ઈનામો મેળવી અને ખુશી થાય છે. કોઈનો ઈરાદો ખરાબ નથી પરંતુ ૨૦૦ની નોટ તાજેતરમાં માર્કેટમાં આવેલ છે અને અમુક લોકોએ તેને જોઈ પણ નથી છતા આ એક રૂપિયાના ઈનામોમાં મળતી આ નોટો પ્લાસ્ટિકની છે અને આ અસલી નોટોની આબેહુબ કોપી છે.

જેથી અભણ લોકોને છેતરાવાનો ભય રહેલ છે. જેથી આવી બાળકોના ઈનામોમાં આવી નોટો ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ જેથી કોઈ અભણ લોકો છેતરાઈ શકે નહીં. ઈનામોમાં મળતી પ્લાસ્ટિકની નોટો તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)

(4:57 pm IST)