Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા તેજસ્વી તારલાઓનો તથા ડોકટરોનો સન્માન સમારોહ યોજાયો

ઉપલેટા તા. પ :.. જૈન જાગૃતિ સેન્ટર દ્વારા તાજેતરમાં યોજાઇ ગયેલ સમાજના એલ. કે. જી. થી ડીગ્રી સુધીના વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉચ્ચ ગુણ સાથે  ઉર્તીણ થયેલ હોય  અને સામાન્ય વિદ્યાર્થીઓને શિલ્ડ,મેડલ, સર્ટીફીકેટ અને ગીફટ આપી પ્રોત્સાહીત કરેલ હતા.

સૌરાષ્ટ્ર-ગુજરાતની જાણીતી સંસ્થા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા આયોજીત મેગા મેડીકલ કેમ્પમાં પોતાની સેવા બજાવતા દેશ-વિદેશના નિષ્ણાંત તબીબો અને નર્સીંગ સ્ટાફની સેવા બદલ અભિવાદન સમારોહ સાથે યોજાયેલ હતો અને આ તકે જૈન સમાજના દરેક વ્યકિતઓનું નવકારશી સંઘ જમણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવેલ હતાં.

કાર્યક્રમને સફળ બનાવવા માટે અશોકભાઇ શેઠ, રાજેશભાઇ કારાવડીયા, ધવલભાઇ શાહ, દિપકભાઇ શેઠ, પુર્વેશ શાહ, મયંકભાઇ શાહ, અમીતભાઇ શેઠ, બકુલભાઇ વોરા, સંજયભાઇ કારાવડીયા, નિખીલભાઇ  શાહ, કમલેશભાઇ શાહ, નિલેશભાઇ શાહ, સહિતના સભ્યોએ જહેમત ઉઠાવેલ હતી.

(11:29 am IST)