Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

સૈયદ રાજપરા દરિયા કાંઠે બેફામ રેતી ચોરીઃ ખાણ ખનીજ ખાતામાં રજૂઆત

ઉના તા. પ :.. તાલુકાનું સૈયદ રાજપરા ગામનાં આગેવાન ખેડુત કાળુભાઇ ભગવાનભાઇ રાઠોડ, ભીખાભાઇ નાનજી, દિનેશભાઇ લાખા શિયળ, સહિતનાં ખેડૂતોએ ગીરસોમનાથ જીલ્લાઓ ખાણ ખનીજ ખાતાનાં અધિકારીને લેખીતમાં રજૂઆત કરી છે કે, દરિયા કિનારે આવેલ સૈયદ રાજપરા ગામની ખેતીની જમીનમાં ચોમાસુ પાક લઇ ખેડૂતો જીવન નિર્વાહ કરી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી અડીને આવેલ દરીયા કિનારાની કુદરતી ભેખડો વરસોથી હતી. દરીયાનું પાણી આવતુ અટકતું હતું ભેખડો અસામાજીકમાંથી ભારે શખ્સો કાપી માટી ભરી જાય છે. ત્થા તેમની સામે પગલા લઇ રેતી-ચોરી - માટી ચોરી સતંદર બંધ કરાવા માંગણી કરી છે.

(11:28 am IST)