Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ધોરાજી યુનીક સ્કૂલનો પ્રવાસ

 ધોરાજીઃ યુનીક સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમા જયપુર, જોધપુર, જેસલમેર, દિલ્હી, આગ્રા, અમૃતસર, ફતેપુર, સીકરી અને વાઘાબોર્ડર અને જેસલમેર, તાજમહેલ, લાલ કિલ્લો તેમજ ઐતિહાસિક સ્થળોના ઈતિહાસ વિશે માર્ગદર્શન આપેલ અને દિલ્હી ખાતે અક્ષર મંદિર અને વાઘાબોર્ડર ખાસ પરેડ જોઈ માભોમની રક્ષા કરતા આપણા વિર જવાનોને વિદ્યાર્થીઓ ખાસ મુલાકાત કરી દેશના રક્ષકોને શુભેચ્છા પાઠવી હતી અને સૈનિકોએ વિદ્યાર્થીઓને ભેટ આપી હતી. જલીયાવાલા બાગની મુલાકાત લઈ વિદ્યાર્થીઓએ એ સમયમાં શહીદ થયેલાઓને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. સ્કૂલના ટ્રસ્ટીઓ નવીનભાઈ માકડીયા, છગનભાઈ વઘાસીયા, રાજેન્દ્રકુમાર સુરાણી, વિજયભાઈ અઘેરા અને દેવાંગભાઈ વ્યાસ સહિતના પ્રવાસમાં જોડાયા હતા (તસ્વીર-અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

(11:27 am IST)