Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

મોરબીમાં દુકાનમાં તસ્કરો ત્રાટકયા દોઢ લાખના મોબાઇલ અને રોકડની ચોરી

નાઇટ પેટ્રોલીંગમાં નિષ્ક્રીયતા અને ઠંડીનો લાભ ઉઠાવતા તસ્કરોઃ વેપારીઓમાં રોષ

મોરબી તા. ૫ : શહેરમાં પોલીસની નાઇટ પેટ્રોલીંગમાં નિષ્ક્રીયતા અને ઠંડીનો લાભ તસ્કરોએ ઉઠાવી દુકાનને નિશાન બનાવી દોઢ લાખના મોબાઇલ અને રોકડ રકમની ચોરી કરી ગયા હતા.

મળતી વિગત મુજબ મોરબીના ત્રિકોણબાગ નજીક આવેલ જલારામ ટેલીકોમ નામની દુકાનમાં તા.૩ના મોડીરાત્રીના તસ્કરો પાછળ બારણાના નકુચા તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રહેલ મોબાઈલ નંગ-૯ કીમત-૧,૫૦,૨૩૦ તથા રોકડ રકમ ૧૦,૦૦૦ ની ચોરી કરી ગયાની ફરિયાદ દુકાન માલિક ભરતભાઈ મંગળદાસ ભારવાણીએ મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં નોંધવી છે.દુકાનમાં ચોરી થયાની જાણ આસપાસ વિસ્તારમાં થતા દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.મોરબી એ.ડીવીઝન પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:27 am IST)