Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ગોંડલના શેમળા ગામે છેડતી પ્રશ્ને બે દેવીપૂજક પરિવારો બાખડયાઃ ૧૨ને ઈજા

તસ્વીરમાં ઈજાગ્રસ્તો હોસ્પીટલમાં સારવાર હેઠળ નજરે પડે છે

ગોંડલ, તા. ૫ :. ગોંડલ તાલુકાના શેમળા ગામે પરિણીતાની છેડતી બાબતે ૨ દેવીપૂજક પરિવાર વચ્ચે ઝઘડો થયા બાદ ધોકા પાઈપો વડે મારામારી સર્જાતા ૧૨ વ્યકિતઓને ઈજા થઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના શેમળા કરિયાણાની દુકાન ચલાવતા દેવીપૂજક ચંદુભાઈ ધીરૂભાઈ સોલંકી, ચિન્ટુ રામજીભાઈ સોલંકી, રામજી ભાઈચંદભાઈ સોલંકી તેમજ સોનલ ચંદુભાઈ સોલંકી અને સામે રમેશ ભીમાભાઈ મકવાણા, ભીમાભાઈ મનજીભાઈ મકવાણા, હંસાબેન દિલીપભાઈ મકવાણા તેમજ સંજય ભીમાભાઈ મકવાણા વચ્ચે પરીણિતાની છેડતી બાબતે ઝઘડો થયા બાદ આ ઝઘડો ઉગ્ર બન્યો હતો અને ખુલ્લા હાથે ધોકા અને પાઈપ વડે મારામારી સર્જાતા ૧૨ જેટલા વ્યકિતઓ ઘવાતા ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે તાલુકા પોલીસના જમાદાર બીજલભાઈ તેમજ રાઈટર રાજુભાઈએ બન્ને પક્ષે ફરીયાદો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:25 am IST)