Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ગોંડલ પાલીકામાં રાજીનામાનું નાટક બંધ કરો : વિપક્ષ

ગોંડલ તા.૫ : ગોંડલ નગરપાલિકામાં ચાર માસ પહેલા ભાજપના સદસ્યા ક્રિષ્નાબેન તન્ના પછી સદસ્ય ચેતનભાઇ ઠુંમર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું બાદમાં ગતરોજ બાલાશ્રમ કમિટીના ચેરમેન અનિતાબેન રાજયગુરુ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે.આ અંગે કોંગ્રેસના એકમાત્ર વિપક્ષી સદસ્ય અનિલભાઈ માધડે હુંકાર કર્યો છે કે જો ભાજપના સદસ્યોને રાજીનામાં આપવા જ હોય તો જિલ્લા કલેકટર સમક્ષ આપે પાલિકામાં જ રાજીનામાનું આપવાનું નાટક બંધ કરે ભાજપના આવા સદસ્યોના કાર્યોથી પાલિકા તંત્રના ખોટો કીમતી સમય બરબાદ થઈ રહ્યો છે જો સાચે જ રાજીનામું આપવું હોય તો જિલ્લા કલેકટર સમક્ષ રાજીનામું આપે તેવી અમારી માંગ છે

(11:24 am IST)