Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

માળીયા મિંયાણા વોર્ડ નં.૧ની પેટા ચુંટણી યોજાશે

માળીયા મિંયાણા તા.૫ : મોરબી જીલ્લામાં આગામી જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં મુદત પૂર્ણ થતી હોય એવી નગરપાલીકા સહીતની સંભવિત ચુંટણી યોજાનાર છે. જેમાં માળીયા મિંયાણા નગરપાલિકામાં ભાજપનાં ચુંટાયેલા સભ્ય ઉંમરભાઈ મેરૂભાઈ માણેકનું અવસાન થતા વોર્ડ નંબર ૧ માં સભ્ય ની જગ્યા ખાલી હોવાથી પેટા ચુંટણી યોજાશે. જેમા ૨૦૦૬ થી ૨૦૧૧ સુધી વિકાસ સમિતિ દ્વારા માળીયા નગરપાલિકા સમરસ બની હતી. ત્યારબાદ ૨૦૧૨માં નગરપાલિકા ની ચુંટણી યોજાઈ હતી. જેમા કોંગ્રેસે નગરપાલિકા પર કબજો જમાવ્યો હતો અને હાલે પણ માળીયા મિંયાણા નગરપાલિકા માં કોંગ્રેસનું શાસન છે. જેમાં પ્રમુખપદે હાજી અબ્દુલભાઈ હુસેનભાઈ મોવર તથા ઉપપ્રમુખ તરીકે વલીમામદભાઈ નુરાનીભાઈ મોવર.

(11:23 am IST)