Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

એટ્રોસીટીના કેસમાં ગાંધીધામ કોર્ટ દ્વારા ત્રણ આરોપીને ત્રણ વર્ષની સજા

ભૂજ, તા. ૫ :. ગાંધીધામના મચ્છુનગરમાં જાતિ અપમાનિત ટીપ્પણીના બનાવમાં કોર્ટે ત્રણ આરોપીઓને ત્રણ વર્ષની કેદની સજા કરતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. મચ્છુનગરમા પાણી ભરવા સંબંધે થયેલી બોલાચાલી દરમ્યાન પચાણ રામજી મેઘવાળ અને તેના ભત્રીજા નરેન્દ્ર વેલજી પરમારને ત્રણ ભરવાડ શખ્સોએ જાતિ અપમાનિત કરી અપશબ્દો બોલી મારવાની ધમકી આપી હતી. આ ઘટના સંદર્ભે ગાંધીધામ કોર્ટના અધિક સેશન્સ જજ અને સ્પે. (એટ્રોસીટી)ના જજ ડી.આર. ભટ્ટે ત્રણ આરોપીઓ પોપટલાલ ભરવાડ, જીવણ ધના ભરવાડ અને ગોવિંદ ભીમા ભરવાડને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ. બે હજારનો દંડ ફટકાર્યો હતો. સરકારી વકીલ એસ.જી. રાણાએ દલીલો કરી હતી.

(11:23 am IST)