Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

કુંવરજીભાઇ કોઠાસુઝવાળા છે, એને વિપક્ષી નેતા બનાવવા વીછીયાના અગ્રણીઓની માંગણી

વીછીયા તા. પ :.. તાલુકા પંચાયત કચેરી ખાતે બહોળી સંખ્યામાં હાજર રહેલા તાલુકાના આગેવાનો કાર્યકરોએ જણાવ્યું કે, રાજયમાં કોળી સમાજની ર૭ ટકા જેટલી વસ્તી છે. કુંવરજીભાઇ બાવળીયા કોળી સમાજના કદાવર નેતા છે, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ છે, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોળી સમાજની વસ્તી ધરાવતા જીલ્લા-તાલુકાઓમાં સારૂ પ્રભુત્વ ધરાવતા હોવાથી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને સારો લાભ થયો છે. સંસદ સભ્ય અને ધારાસભ્ય તરીકે બહોળો અનુભવ ધરાવે છે અને દરેક સમાજને સાથે રાખી ચાલવાની કુનેહ કુંવરજીભાઇ ધરાવેછે. તેમને વિપક્ષી નેતા બનાવવા જોઇએ.

ગુજરાતમાં સૌથી મોટા કોળી (ઓ.બી. સી.) સમાજના દિગ્ગજ નેતાને પ્રતિનિધીત્વ મળવું જરૂરી છે અને લોકો પ્રશ્નના ઉકેલ માટે જાગૃત રહેતા જસદણ, વિંછીયાના પીઢ અનુભવી અને યુવાનને પણ પાછળ રાખે તેવા કોઠાસુઝવાળા કુંવરજીભાઇ બાવળીયાને વિધાનસભામાં ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા વિરોધ પક્ષના નેતા બનાવવા જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અવસરભાઇ નાકીયા, જી. પં.ના સદસ્યોમાં કાળુભાઇ તલાવડીયા, હેતલબેન રણજીતભાઇ ગોહીલ, વિનુભાઇ ધડુક, હંસાભાઇ મનુભાઇ ભોજાણી અને જસદણ-વિંછીયા તા. પં.ના પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ છાપાણી, નગરપાલીકાના  વિરોધ પક્ષના નેતા હરેશભાઇ ધાધલ, વેપારી આગેવાન હીતેશભાઇ કંસારા, જસદણ શહેર મહીલા પ્રમુખ રંજનબેન તોગડીયા સહિતના આગેવાનોએ માંગ કરી છે.

(9:47 am IST)