Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ધોરાજી-ઉપલેટાના ખેડૂતોને પાક વિમો ચુકવવા પ્રવિણભાઇ માકડીયાની રજુઆત

ઉપલેટા તા.પ : ધોરાજી-ઉપલેટા વિસ્તારના ખેડુતોને ગયા વર્ષની રોકાતી પાક વિમાની રકમ તાત્કાલિક આપવા માજી ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયાએ ગાંધીનગર રૂબરૂ જઇ મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને રજુઆત કરી હતી. જેનો મુખ્યમંત્રી અને કૃષિમંત્રીએ સકારાત્મક પ્રતિભાવ આપી વહેલી તકે બંને તાલુકાના ખેડુતોને ચુકવવા ખાત્રી આપેલ હતી. પ્રવિણભાઇ માકડીયા ધારાસભ્ય તરીકે ન હોવા છતાં આ વિસ્તારમાં ખેડુતો તથા અન્ય લોકો માટે કાયમ માટે સક્રિય રહેશે તેવુ સ્થાનિક પત્રકારો સમક્ષ જણાવેલુ કે હું આ વિસ્તારનો ચાર-ચાર ટર્મ સુધી ધારાસભ્ય રહ્યો છે તેમાં આ વિસ્તારની તમામ જ્ઞાતિનો મને કાયમ સહયોગ-લાગણી અને પ્રેમ મળ્યો છે તેથી જ હું આ વિસ્તારનો કાયમ ઋણી છે અને એક પ્રજાના સેવક તરીકે કાયમ લોકોના કામ કરતો રહીશ.

(9:07 am IST)