Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પોરબંદર જિલ્લાના ત્રણ તાલુકાના 130 ગ્રામ પંચાયતની 19મીએ સામાન્ય ચૂંટણી : 22 ગ્રામ પંચાયતો થઈ સમરસ

પોરબંદર તાલુકાની 9 ગ્રામ પંચાયત, રાણાવાવ તાલુકાની 4 ગ્રામ પંચાયત અને કુતિયાણા તાલુકાની 9 ગ્રામ પંચાયત સમરસ

પોરબંદર જિલ્લાના ત્રણ તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણી થનાર છે  પોરબંદર,રાણાવાવ ,કુતિયાણા તાલુકામાં આગામી 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની  સામાન્ય ચૂંટણી યોજનાર છે પોરબંદર  જિલ્લાના ત્રણ તાલુકાના 130 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાવાની છે આ 130 ગામોમાંથી 22 ગ્રામ પંચાયતો સમરસ  થઇ છે જેમાં પોરબંદર તાલુકાની 9 ગ્રામ પંચાયત ,રાણાવાવ તાલુકાની 4 ગ્રામ પંચાયત અને કુતિયાણા તાલુકાની 9 ગ્રામ પંચાયત સમરસ થઇ છે

આગામી દિવસોમાં હજુ પણ વધુ ગ્રામ પંચાયતો સમરસ થઈ શકે છે  હજુ ત્રણ તાલુકાની  22 ગ્રામ પંચાયત સમરસ થઈ છે .જેમાં એક માત્ર ઉમેદવારે ઉમેદવારી નોંધવેલ હતી
ત્યારે હજુ કેટલાક ઉમેદવારો ના ફોર્મ ચકાસણી આજે ફોર્મ પરત ખેંચયા બાદ વધુ સમરસ ગામો નો આંક સામે આવશે

(11:07 pm IST)