Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

૧૨ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ સમગ્ર જૂનાગઢમાં 'વંદે માતરમ' ગીત ગાવાનું કુલપતિ પ્રો.ચેતન ત્રીવેદીનું આહવાન

જુનાગઢઃ ભારત દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે સ્વાધીનતા પર્વ નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા આજરોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કેમ્પસમાં પડેલ પ્લાસ્ટિક સહિતનો કચરો ભવનના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા સમગ્ર નોનટીચિંગ સ્ટાફ દ્વારા એકત્ર કરી ગ્રીન કેમ્પસ, કલીન કેમ્પસ ના સુત્રને સાર્થક કરવામાં આવ્યું હતું.

પ્રસંગોચિત ઉદબોધનમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના કુલપતિશ્રી પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાને રાષ્ટ્રનિર્માણમાં તથા લોકોની વિચારસરણીમાં હકારાત્મક પરિવર્તન આણ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે આગામી તા.૧૨ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતી પ્રસંગે યુનિવર્સિટી અને કોલેજો સહીત સમગ્ર જૂનાગઢમાં એક સાથે વંદે માતરમ ગીત ગાવાનું આહવાન પણ કુલપતિશ્રી  પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીએ કર્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે સમાજલક્ષી વિવિધ કાર્યક્રમો સતત યોજાતા રહેશે તેવું યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.મયંક સોનીએ જણાવ્યું છે.

(12:53 pm IST)