Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ઉનાના નેસડા ગામે થયેલ ચોરીના કેસમાં પકડાયેલ આરોપીને પાંચ વર્ષની સજા

ઉના તા. ૪ :.. ઉના તાલુકાનાં નેસડા ગામે ૭ વરસ અને ૧૧ મહીના પહેલા એગ્રોની દુકાન ત્થ પાન-બીડીની દુકાનમાં થયેલ રૂ. રપ૦૦૦ ની રોકડ ચોરીનાં ગુનાનાં એક આરોપીને ઉનાની અદાલતે પ વરસની સાદી કેદ ત્થા ૧૦ હજાર રૂપિયા દંડ કરી ચોરીના ગુનામાં નોંધપાત્ર ચુકાદો આપેલ છે.

જાણવા મળતી વિગત મુજબ ઉના તાલુકાનાં નેસડાથી રામેશ્વર જતા રોડ ઉપર  નેસડા ગામના મનુભાઇ કનુભાઇ ગોહીલની એગ્રો ત્થા પાન-બીડીની દુકાન આવેલ છે. તેમાં ગત તા. ૬-૧-ર૦૧૪ ના રાત્રીનાં સમયે બે શખ્સો મોટર સાયકલ લઇને આવી બંધ શટરનું લોખંડની કોશથી શટર ઉચકાવી દુકાનનાં ગલામાં રાખેલ રોકડા રૂપિયા રપ હજારની ચોરી કરી હતી. આ સમય દરમ્યાન દુકાનના માલીકનાં પિતા કનુભાઇ ગોહીલ જાગી ગયેલ હતા અને આરોપીના મોટર સાયકલ પેટ્રોલ ખુટી ગયાનું જણાવી માંગેલ હતું અને કનુભાઇ લેવા જતા આરોપી નાસી છૂટેલ હતા આ અંગે ઉના પોલીસમાં મનુભાઇ કનુભાઇ ગોહીલ રે. નેસડા વાળાએ મનુ ઉર્ફે મુકેશ ઉર્ફે ટેડવો બાવુભાઇ માલાભાઇ સોલંકી ઉ.વ.રર રે. નાંદરખ તા. ઉના, હરેશ ઉર્ફે કુસો ગોવિંદભાઇ ઉકાભાઇ ચૌહાણ રે. નાંદરખ સામે નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીને પકડી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરેલ હતું.

સરકારી એ. પી. પી. જગદીશભાઇ એમ. સખનપરાએ ફરી, પંચ સાહેદની જુબાની ત્થા ચોરી કરેલ રકમ માંથી રૂ. ૧૪ હજાર આરોપીના પિતા બાઉભાઇ માલાભાઇ મકવાણાને આપેલ રૂ. ૬૦૦૦ આરોપી  પાસેથી રોકડા મળી આવેલ હતાં. તેના પુરાવા ત્થા આરોપીનું વિષેસ નિવેદન નોંધી ગુનો સાબીત થતો હોય ચોરીનાં ગુનામાં વધુમાં વધુ સજા કરવા વકીલ સખનપરાએ રજૂઆત કરી હતી.

આ અંગે ઉનાની એડીશનલ જયુડી. મેજીસ્ટ્રેટનની કોર્ટના જજશ્રી વિરેન્દ્રસિંહ જી. રાણાએ ફરીયાદી ત્થા આરોપી પક્ષની દલીલો પુરાવા નજરમાં રાખી. આ કામનાં આરોપી મનુ ઉર્ફે મુકેશ ઉર્ફે ટેડવો બાબુભાઇ સોલંકી રે. નાંદરખ તા. ઉના સામે ગુનો સાબીત થતો હોય ભારતીય દંડ સહીતા કલમ ૩૮૦ નાં ગુના બદલ પ વરસની સાદી કેદ ત્થા રૂ. પ૦૦૦ રોકડા દંડ અને કલમ ૪પ૭ નાં ગુના બદલ પ વરસની સાદી કેદની સજા ત્થા પ૦૦૦ રોકડા રૂ. દંડ અને દંડ ના ભરે તો વધુ ૬ માસ ની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.

મુદામાલ રોકડ રકમ ફરી મનુભાઇ કનુભાઇ ગોહીલ રે. નેશડા વાળાને અપીલના સમયવિતે પરત કરવા હુકમ કરેલ છે.

આરોપી મનુભાઇ બાબુભાઇ મકવાણા હાલ અન્ય ગુના સબબ રાજકોટની જેલમાં હોય હુકમના અમલ માટે રાજકોટ જેલના જેલરને મોકલવા જણાવેલ છે. 

(12:14 pm IST)