Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

જસદણ સિવિલ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણીઃ

જસદણ : જસદણ સિવિલ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રિન્સિપાલ સીનીયર સિવિલ જજ શ્રી પી.એન.નવીન અને એડી.સિવિલ જજ એસ.એસ.જાનીએ બંધારણના હક્કો અંગેની માહિતી આપી હતી જસદણ બાર એસોસિએશનના પ્રમુખના પ્રતિનિધિ એમ.જે.આચાર્યએ માર્ગદર્શન આપેલ તેમજ એડવોકેટ જે.એન. મણીયાર, વી.એન.વાલાણી,વાય.એલ.દલાલ દ્વારા માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં એડવોકેટસ, કોર્ટના કર્મચારીગણો,પોલીસ કર્મચારીગણ તેમજ અરજદારો હાજર રહ્યા હતા અને આમુખનું વાંચન પણ કરવામાં આવેલ તેમજ કાર્યક્રમનું સંપુર્ણ સંચાલન જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ શ્રી પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ. (તસ્વીરો કરશન બામટા)

(10:08 am IST)