Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ખંભાળીયામાં યુવકને નગ્ન ફેરવવાના કેસમાં પાંચ શખ્સો પ દિ'ના રિમાન્ડ ઉપરઃ કાર સહિત રૂ. ૧૦.પ૭ લાખનો મુદામાલ જપ્ત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૪ :.. તાજેતરમાં ક્રિકેટના સટ્ટાના જુગાર  પ્રકરણમાં મનદુઃખ થતાં ભાટ જોધા ગઢવી તથા અન્યોએ ચંદુ રૂડાચ નામના ગઢવી શખ્સને જાહેરમાં નગ્ન ફેરવી માર માર્યો હતો આ પ્રકરણમાં તપાસનીશ અધિકારી પો. ઇ. એલ. સી. બી. ઇન્ચાર્જશ્રી વી. વી. વાગડીયા એ બનાવમાં ફરીયાદમાં નોંધાયેલા તમામ પાંચેય આરોપીઓ ભાટા જોધા ભોજાણી, કિરીટ જોધા ભોજાણી, માણસી ભીખુભાઇ  ભોજાણી, પ્રતાપભાઇ જોધાભાઇ ભોજાણી તથા કાનાભાઇ જોધાભાઇ ભોજાણી પાંચેયની અટકાયત કરી હતી. તથા હાલ કોવિડ-૧૯ ને ધ્યાનમાં રાખીને તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા તે નેગેટીવ નીકળતા ખંભાળીયા ચીફ કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ રજૂ કરીને દશ દિવસની રીમાન્ડની માંગણી કરી હતી તથા આરોપીઓએ કઇ રીતે આ કૃત્ય કર્યુ ? તેના કોઇ મદદગાર છે કે કેમ ? વિ. બાબતે માંગણી કરતા મેજીસ્ટ્રેટે પાંચ દિવસની તા. ૭-૧ર-ર૦ સુધીની રીમાન્ડ મંજૂર કરી હતી.

બનાવમાં ઉપયોગ કરેલ કાળા કલરની ક્રેટા કાર જી. જે. ૩૭-બી-૯૦૦ તથા મોટર સાયકલ નં. જી.જે.-રપ, એચ. ૧૬૮૦ તથા એક મોબાઇલ કુલ ૧૦.પ૭ લાખની મુદામાલ મત્તા કબજે કરવામાં આવી હતી.

મોબાઇલ કોલ ડીટેલ, વીડીયો કર્યાના પુરાવા અંગે તથા અન્ય વિગતો માટે તપાસ હાથ ધરવામાં આવી છે. એસ. પી. શ્રી વિશાળ વાઘેલાના માર્ગદર્શનમાં ડી. વાય. એસ. પી. હિરેન્દ્ર ચૌધરી, ડીવાયએસપી સમીર સારડા, એલ. સી. બી. ઇન્ચાર્જ પી. આઇ. વી. વી. વાગડીયા, એસઓજી પી. આઇ. એ.ડી. પરમાર, ખંભાળિયા પો.વે.જી.આર. ગઢવી તથા એલ.સી. પી. તથા એસ.ઓ.નું સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બનાવના સંદર્ભમાં ખાસ મુકાયેલા એસ.પી.વિશાલ વાઘેલા દ્વારા પણ ઝીણવટભરી રીતે તપાસ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

પોલીસ વર્તુળોમાં થતી ચર્ચા પ્રમાણે આ પ્રકરણમાં રીમાંડ દરમ્યાન વધુ એકાદ વ્યકિતનું નામ આ બનાવ બનવાની પ્રેરણામાં ખુલે તેવું કહેવાય રહ્યું છે તો આ ચકચારી બનાવના પડઘા સમગ્ર રાજયમાં પડતા ક્રિકેટના સટ્ટાનો જુગાર રમાડનારાઓમાં ભયની લાગણી દેખાઇ છે.

(1:08 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં ' લવ જેહાદ ' નો બીજો કેસ : શબાબ નામક મુસ્લિમ યુવકે રાહુલ નામ ધારણ કરી હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ : 1 ડિસેમ્બરના રોજ લગ્ન થવાના હતા : 30 નવેમ્બરથી યુવક યુવતી બંને ગૂમ : આ અગાઉ બરેલી જિલ્લામાં પ્રથમ કેસ બન્યો હતો : બંને કેસમાં પોલીસ તપાસ ચાલુ : જો ગુનો પુરવાર થાય તો 10 વર્ષની જેલસજા અને 50 હજાર રૂપિયા દંડ થઇ શકે access_time 1:46 pm IST

  • કોરોના ગાંડોતૂર બનતા અમેરિકાના લોસ એન્જલીસમાં લોકડાઉનની જાહેરાત : લોકડાઉનનની જાહેરાતથી ગુજરાતનો હીરા ઉદ્યોગ ચિંતામાં : ક્રિસમસની ઘરાકી ઉપર પડી શકે છે મોટી અસર : સુરતમાં તૈયાર થયેલા હીરા અને જવેલરીની અમેરિકામાં સારી માંગ હોય છે : ક્રિસમિસના મોટા ભાગના ઓર્ડર સુરતથી રવાના થયા છે access_time 10:47 am IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 96 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 35,002 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 96,06,810 થઇ :એક્ટીવ કેસ 4,08,122 થયા : વધુ 40,966 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90, 56,68 રિકવર થયા :વધુ 473 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,700 થયો access_time 12:02 am IST