Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

નલીયા કરતા ગાંધીનગરમાં ઠંડી વધુઃ ૧૩ ડીગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ યથાવત

રાજકોટ તા. ૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં આજે પણ વધઘટ યથાવત છે. આજે નલીયા કરતા ગાંધીનગરમાં ઠંડી વધુ છે.

નલીયાનું લઘુતમ તાપમાન ૧૪.૩ ડીગ્રી જયારે ગાંધીનગરનું લઘુતમ તાપમાન ૧૩ ડીગ્રી નોંધાયુ હતું.

જયારે રાજકોટમાં લઘુતમ તાપમાન ૧પ.૪ ડીગ્રી નોંધાયુ હતું.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીમાં વધઘટ થયા કરે છે. અને કયારેક લઘુતમ તાપમાન નીચુ જતુ રહેતા ઠંડકનો અનુભવ  થાય છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧પ.૯ ડીગ્રી

ડીસા

૧પ.૪ ડીગ્રી

વડોદરા

૧પ.૦ ડીગ્રી

સુરત

૧૮.ર ડીગ્રી

રાજકોટ

૧પ.૪ ડીગ્રી

કેશોદ

૧૪.પ ડીગ્રી

ભાવનગર

૧૭.ર ડીગ્રી

પોરબંદર

૧૭.ર ડીગ્રી

વેરાવળ

૧૯.૮ ડીગ્રી

દ્વારકા

ર૦.૮ ડીગ્રી

ઓખા

રર.૬ ડીગ્રી

ભુજ

૧૭.ર ડીગ્રી

નલીયા

૧૪.૩ ડીગ્રી

સુરેન્દ્રનગર

૧૬.૯ ડીગ્રી

ન્યુ કંડલા

૧૭.૦ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૧પ.૬ ડીગ્રી

ગાંધીનગર

૧૩.૦ ડીગ્રી

મહુવા

૧પ.૦ ડીગ્રી

દિવ

૧૪.૯ ડીગ્રી

વલસાડ

૧૬.પ ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૭.૧ ડીગ્રી

(1:03 pm IST)
  • ખેડૂત આંદોલને જોર પકડ્યું : આવતીકાલ શનિવારે મોદીનું પૂતળું બાળશું : રસ્તાઓ ઉપર ચક્કાજામ વધારી દઈશું : જો અમારી માંગણી નહીં સંતોષાય તો 8 તારીખે ભારત બંધ access_time 7:18 pm IST

  • ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી : સત્તાધારી પાર્ટી TRS નો 44 બેઠકો ઉપર વિજય : ઓવૈસીની AIMIM પાર્ટીએ 39 બેઠકો કબ્જે કરી : 32 બેઠકો ઉપર ભગવો લહેરાયો : સાંજે 6:30 વાગ્યા સુધીના પરિણામ : કુલ બેઠક 150 : મત ગણતરી ચાલુ : 2016 ની સાલમાં સત્તાધારી પાર્ટી TRS ને 99 તથા ઓવૈસીની પાર્ટીને 44 બેઠકો મળી હતી : ભાજપે 4 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો access_time 7:15 pm IST

  • મોડી રાત્રે વાવાઝોડાની અસર રૂપે તામિલનાડુમાં ઠેરઠેર અતિભારે વરસાદ પડી ગયો છે ચેન્નાઈમાં આવતીકાલે સવાર સુધી અતિભારે વરસાદની આગાહી થઈ છે જ્યારે તામિલનાડુમાં સોમવાર સુધી વરસાદ વરસતો રહેશે તેવી ધારણા છે access_time 11:50 pm IST