Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સિંહના નખના પાર્સલ સાથે ગીર-ભંડુરીનો પિયુષ જોશી રંગેહાથ ઝડપાયો

ફેસબુક દ્વારા મંગાવેલ રાજસ્થાનથી આવેલ સિંહ નખના પાર્સલની ડિલિવરી લેતા રંગેહાથ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઝડપી લીધો

જૂનાગઢ જિલ્લાના ભંડુરી ગામેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એક યુવાનને રાજસ્થાનથી આવેલ સિંહ નખ ના મનાતા પાર્સલ ની હાથો હાથ ડિલિવરી લેતા ઝડપી લીધો છે

  જૂનાગઢના સીસીએફ  ડી વસાવડા જણાવ્યું હતું કે ૨૧ વર્ષનો પિયુષ રતિલાલ જોશી માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામે તેના ઘરમાં સિંહ નખ નું પાર્સલ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. રાજસ્થાનના જૂન જૂન થી પાર્સલ આવ્યું'તું. સોદો ફેસબુક ઉપર થયો હતો. પિયુષ અને કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

  શ્રી વસાવડાએ કહેલ કે પ્રથમ નજરે સિંહના નખ હોવાનું જણાય છે. પરંતુ ગીરની મધ્ય માં રહેનાર વ્યક્તિને રાજસ્થાનથી સિંહ નખ મેળવવની શું જરૂર પડી તેની તપાસ ચાલુ છે.

(10:53 pm IST)