Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

લગ્નમાં કન્યાદાન સમયે જ ૧ર તોલા સોનાના દાગીનાની ચોરી! મોરબીનો બનાવ

પટેલ પરિવાર હતપ્રભઃ સીસીટીવી ફુટેજમાં બે ટાબરીયા શંકાના પરીઘમાં: પોલીસમાં ફરીયાદ કરાઇ નથી

મોરબી, તા., ૪:  મોરબીના ભરતનગર નજીક આવેલ પાર્ટી પ્લોટમાંથી ગઈકાલ રાત્રે લગ્ન પ્રસગમાં કન્યાદાન વખતે કન્યાના લગભગ ૧૨ તોલાથી વધુ સોનાના દાગીના ચોરી થઇ છે જો કે આ અગે હજુ કોઈ સતાવાર ફરિયાદ થઇ નથી પણ ઘટના સી.સી.ટી.વી માં કેદ થઇ છે

સૂત્રોંમાંથી મળતી વિગત મુજબ મોરબીના ભરતનગર ખાતે ભરતવન ફાર્મ ખાતે ચમનભાઈ પટેલ ની દીકરીના લગ્ન  હતા. લગભગ રાત્રીના સમયે ૧૦ વાગ્યાના સુમારે જયારે કન્યાદાન સમય હતો ત્યારે જ કોઈ અજાણ્યો શખ્સ કન્યાદાન માટે ત્યાં રાખેલા ૧૨ તોલાથી વધુના સોનાના દાગીના ચોરી થઇ હતી ઘટના બનતા પરિવાર હતપ્રભ થઇગયો હતો. ઘટના બાદ તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી જો કે હજુ સુધી કોઈ ફરિયાદ નોધાય નથી. વધુમાં આધારભૂત સુત્રોમાંથી માહીતી મળી છે કે ચોરી કરનાર શખ્સ કોઈ તરૂણ છે અને તેની સાથે બીજા તરૂણ પણ હોય તેવું લાગે છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

(1:03 pm IST)