Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સુરેન્દ્રનગરમાં વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણીઃ કલેકટર દ્વારા રેલીનું પ્રસ્થાન

સુરેન્દ્રનગર,તા.૪:વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્ત્।ે સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ અને M.S.M.E.ના આસીસ્ટન્ટ ડીરેકટરશ્રી  રૂબી રાણીની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વ  દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અન્વયે રાજ હોટલથી કલેકટર કચેરી સુધી જિલ્લાના દિવ્યાંગો તેમજ દિવ્યાંગ  ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ દ્વારા રેલીનું આયોજન  પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા કલેકટરશ્રી કે.રાજેશે જણાવ્યું હતું કે, દિવ્યાંગ એ દિવ્યાંગ નથી પણ જો સમાજ એમની જવાબદારી પુરીના કરી શકે તો સમાજ દિવ્યાંગ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગોને મદદરૂપ બનતી વિવિધ  યોજનાઓ અંતર્ગત સહાય આપવામાં આવે છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ ચાલુ વર્ષે બાવન (૫૨)  લાભાર્થીઓને રૂપિયા ૨૫.૭૦ લાખની સહાય આપવામાં આવી છે તેમજ ઓળખકાર્ડ યોજના અન્વયે અત્યાર સુધીમાં ૯૩૭૬ લાભાર્થીઓને ઓળખકાર્ડ આપવામાં આવ્યા છે. આ પ્રસંગે કલેકટરશ્રીએ જિલ્લાના તમામ દિવ્યાંગ લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ પણ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કાનુની સેવા સત્ત્।ા મંડળના સેક્રેટરી હરીશ ગુપ્તાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતુ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.એન. મકવાણાએ જિલ્લા સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ લગ્ન સહાય યોજનાના ૧૦ લાભાર્થીઓને રૂપિયા પ લાખ ની સહાયના ચેક તેમજ જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓને યુ.ડી.આઈ.ડી. કાર્ડ અને દિવ્યાંગ ઓળખકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દિવ્યાંગો માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં વિજેતા થયેલ દિવ્યાંગોને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લામાં દિવ્યાંગો ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ આશિર્વાદ વિકલાંગ ટ્રસ્ટ, જીવન સ્મૃતિ મંદ બુધ્ધિના બાળકોની શાળા, પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ, ડી. એસ. પારેખ બહેરા મુંગા શાળા, એમ.ટી. દોશી અંધ વિદ્યાલય, ચિલ્ડ્રન હોમ, બાળ સુરક્ષા એકમ વગેરેએ રેલી દરમિયાન પ્લેકાર્ડ, સુત્રોચાર અને પોસ્ટર નિદર્શન કર્યું હતું 

આ પ્રસંગે મહિલા અને બાળઅધિકારીશ્રી શૈલેષ અંબારીયા, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી બળવંતસિંહ ચૌહાણ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી અજય મોટકા, નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી જિજ્ઞાબેન પંડયા સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગો  ઉપસ્થિત રહયા હતા.

(12:02 pm IST)