Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

મોરબીમાં દાઝી ગયેલું વૃધ્ધ મુસ્લિમ દંપતિ ખંડિતઃ પત્નિ યાસ્મીનબેનનું મોત

રાજકોટ તા. ૪: મોરબી મકરાણીવાસમાં રહેતાં રિક્ષાચાલક વૃધ્ધ શબ્બીરભાઇ મહમદભાઇ બ્લોચ (ઉ.૬૦) તથા તેમના પત્નિ યાસ્મીનબેન બ્લોચ (ઉ.૫૭) દાઝી શુક્રવારે સાંજે પાંચેક વાગ્યે દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાંથી પત્નિ યાસ્મીનબેનનું ગત રાતે મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

જે તે દિવસે શબ્બીરભાઇએ પોતે સારવારમાં હતાં ત્યારે જણાવ્યું હતું કે પત્નિ યાસ્મીનબેન સ્ટવ પર ચા બનાવતાં હતાં ત્યારે ભડકો થતાં તેણી લપેટમાં આવી ગયા હતાં. પોતે આગ બુઝાવવા જતાં દાઝી ગયા હતાં. મોરબી સારવાર બાદ બંનેને રાજકોટ દાખલ કરવામાં આવ્યા હતાં. શબ્બીરભાઇને સંતાનમાં ચાર પુત્રી અને બે પુત્ર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી.

(11:58 am IST)