Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

દ્વારકામાં રપ કરોડના વિકાસ કાર્ય પુર્ણ : પૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ

દ્વારકા તા.૪ : દ્વારકામાં રપ કરોડના કાર્યો પુર્ણ થયા છે. સાંસદ પૂનમબેન માડમના હસ્તે આ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ હતુ.

પ્રાચીન દ્વારકાનગરીમાં આવતા યાત્રીકો ખરાઅર્થમાં સુવર્ણ નગરીના દર્શન કરે તેવી યાત્રીકો માટે વ્યવસ્થા કરવા કેન્દ્ર અને રાજય સરકારે પૂનમબેન માડમના માધ્યમથી ફાળવેલ ગ્રાંટની અમૃત હૃદય અને પ્રસાદ યોજનાના વિકાસ કાર્યોનું નગરજનોની ઉપસ્થિતીમાં લોકાર્પણ થયુ હતુ.

દ્વારકા યાત્રાધામને કેન્દ્રની સુવિધાઓમાં શહેરીજનો રેલ્વેને જોડતો સુવિધાભર સાથેનો માર્ગ તથા શહેરના ગંદા પાણીના એસટીપી પ્લાન્ટ તથા યાત્રીકોની મુખ્ય સેવા પ્રકારની સુવિધામાં શહેરના તમામ વિસ્તારો ગોમતીઘાટ દ્વારકાધીશ મંદિર પરિસરથી લઇને હાઇવે માર્ગ સુધીના વિસ્તારોમાં વાઇફાઇ સેવા, સુરક્ષા હેતુસર સીસીટીવી કેમેરા, પબ્લીક એડર્સ સીસટમ જેવી પાયાની સુવિધા દ્વારકાને પ્રાપ્ત થઇ છે.

લોકાર્પણના આ કાર્યક્રમની પુર્વ ચીફ ઓફીસર પી.આર.અમીનનું પાલિકા નવી ઇમારતનું સ્વપ્ન પુર્ણ થતા સન્માન કરાયુ હતુ.પબુમા માણેક, જીલ્લા કલેકટર મીનાબેન, પાલિકા પ્રમુખ જીતેશભાઇ માણેક, ચીફ ઓફીસર ડુડીયાએ પણ લોકાર્પણની વિગતો સાથે વિસ્તારપુર્વકનું ઉદબોધન કર્યુ હતુ.

તાજેતરમાં પૂનમબેન માડમની ભારત સરકારના નાગરીક ઉડ્ડયન સમિતિના સભ્ય તરીકે નિમણુંક થતા શહેરની સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક, વેપારીવર્ગ તથા પાલિકા અને તાલુકા પંચાયત તથા ભાજપ સંગઠન સહિતની૪૦ જેટલી સંસ્થાઓ ખાસ સન્માન પૂનમબેન કર્યુ હતુ. પાલિકાના ઉપપ્રમુખ પરેશ ઝાખરીયા, હોટલ એશો.ના પ્રમુખ નિર્મળ રામાણી, સેક્રેટરી રવિ બારાઇ, તા. પં.પ્રમુખ લુણાભા, ભાજપ તા. પ્રમુખ વરજાંગભા, ભાજપ શહેર પ્રમુખ દિલીપ કોટેચા દ્વારકા શહેર પ્રમુખ વિજય બુઝડ તથા અગ્રણીઓ ઇશ્વરભાઇ ઝાપટીયા, બચુભાઇ લાઠવાણી, મનસુખભાઇ બારાઇ, ખંભાળીયા ભાજપ શહેર પ્રમુખ અનિલ તન્ના, વિનુભાઇ સમાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પુનમબેનનુ સન્માન કર્યુ હતુ.

દ્વારકાની વર્તમાન પાલિકા કચેરીથી શહેરના ત્રણબતીચોક, ભદ્રકાળી ચોક, હોમગાર્ડ ચોક થી લઇ નવી પાલિકા કચેરી સુધીની શહેરના માર્ગો ઉપર ખુલ્લી જીપમાં બેંડવાજાના સુર સાથે નીકળેલ ખાસ ઉત્સવ રેલીમાં પૂનમબેન માડમનુ લોકોએ અભિવાદન કર્યુ હતુ.

રાજય સરકારની રૂ. ર કરોડની ગ્રાંટમાંથી નવનિર્મિત પાલીકા કચેરી પણ ખુલી મુકાઇ હતી. પાલિકા પ્રમુખ જીતેશભાઇ માણેકએ બિલ્ડીંગનુ નામાકરણ સાથે અટલજી ભવન નામની જાહેરાત કરી. શહેરના મધ્યમાં સરકીટ હાઉસ, અદાલત, પાણીકચેરી, હોસ્પિટલ મામલતદાર કચેરી અને તા.પં. કચેરીની તદન નજીકની ત્રિજયામાં સાધનસભર વિશેષ સુવિધાઓ સાથેની પાલિકાની કચેરીનું પણ પુનમબેનએ ખુલ્લી મુકી લોકાર્પણ કર્યુ હતુ જે સંકુલનું નામ અટલજીભવન રાખવાની જાહેરાત પાલિકા પ્રમુખ જીતેશભાઇ માણેકએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂજા દવેએ કર્યુ હતુ.

(11:55 am IST)