Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

જુનાગઢ જિલ્લામાં ચૂંટણી સંબંધી ફરિયાદ નિવારણ હેલ્પલાઇન રાઉન્ડ ધ કલોક કાર્યરત

જૂનાગઢ તા. ૪ : વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ દરમિયાન ચૂંટણીને લગતી કામગીરી માટેના અસરકારક સંચાલન-દેખરેખ માટે જિલ્લાકક્ષાએથી હેલ્પલાઇન તથા ફરિયાદ નિવારણ માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે, જેનો ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૦૪૪૨ છે. જે રાઉન્ડ ધ કલોક (૨૪ડ૭) કાર્યરત રહેશે. ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ રાખવા ફરિયાદ નિવારણ કમિટી તથા ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ રાખવા જિલ્લા ખર્ચ નિયંત્રણ કમિટીની રચના કરવામાં આવી છે. કમિટિમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.કે.ઠેશીયા, નોડલ અધિકારી તરીકે સંબંધિત અધિકારીશ્રીઓની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચને લગતી ચુંટણી આચારસંહિતા સંબંધિ રજુઆત માટે નાયબ કલેકટર એચ.પી જોષીની દેખરેખ તળે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે.  ફોન નંબર ૦૨૮૫-૨૬૩૦૩૨૨, ૨૬૩૦૬૨૨, ૨૬૩૦૮૨૨, ૨૬૩૦૪૨૨ પર ફરિયાદો નોંધાવી શકાશે.

જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે આગામી તા. ૯ મી ડિસેમ્બરે ચુંટણી મતદાન થનાર છે. જેમાં વિવિધ ઉમેદવારો તેમનાં ચુંટણી પ્રચાર સંદર્ભે હાથ ધરાનાર ખર્ચનાં નિયમન માટે ચુંટણી આયોગ દ્વારા બે ખર્ચ ઓબ્ઝર્વરશ્રીની નિયુકિત કરવામાં આવી છે. જેમાં ૮૬ જૂનાગઢ અને ૮૭ વિસાવદર બેઠક માટે ઓબ્ઝર્વરશ્રી સુરી જસપાલ કૈાર પ્રદ્યોત કે જેમનાં મોબાઇલ નંબર છે. ૭૫૭૫૮૦૬૫૮૧ અને ૮૫- માણાવદર, ૮૮ કેશોદ અને ૮૯- માંગરોળ વિધાનસભા મત વિસ્તાર માટે ઓબ્ઝર્વરશ્રી મહેશકુમાર નિયુકત થયા છે જેમનાં નંબર છે. ૭૫૭૪૮૫૨૩૯૪  છે.

એમ.સી.એમ.સી. કમીટીનાં સભ્ય સચિવશ્રી અને નાયબ માહીતી નિયામકશ્રી રાજુ જાનીની દેખરેખ તળે મીડીયા મોનીટરીંગ રૂમ પણ શરૂ કરી ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફને તૈનાત કરી મોનીટરીંગ થઇ રહ્યુ છે. જિલ્લામાં ચેંકીંગ માટે ફલાઇંગ સ્કવોડ અને સર્વેલન્સ ટીમો બનાવવામાં આવી છે. મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ લોકજાગૃતિનાં કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ચુંટણી સાથે સંકળાયેલ રાજકીય પક્ષોનાં હોદેદારો ચુંટણી પંચની માર્ગદર્શીકા મુજબ નક્કી કરાયેલ ખર્ચની મર્યાદા જાળવે પ્રચાર માધ્યમો પર લોકોને સંબોધતા કાર્યક્રમો ચુંટણીપંચની માર્ગદર્શીકા મુજબ જળવાય તે માટે અખબારો અને ટીવી ચેનલોમાં થતાં પ્રસારણ અને યાદીઓ અને જાહેરખબરનું એમ.સી.એમ.સી કમીટીનાં માધ્યમથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યા છે.

(2:24 pm IST)