Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

માવઠાની ભીતિ વચ્ચે મગફળીના ઢગલા

જામનગર જિલ્લાના લાલપુરથી પાંચેક કિ.મી. દુર જામનગર-લાલપુર હાઇવે ઉપર વિશાળ વંડામાં દોઢ-બે હજાર ગુણી મગફળી પડી છે. સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રહી છે ત્યારે ગઇકાલથી વાતાવરણમાં પલ્ટો આવેલ હોય અહી ખેડુતોમાં વરસાદી માવઠુ પડશે તો શું થશે એ ભીતિ સેવાઇ રહી છે. નજીકમાં જ સરકારી ગોડાઉન આવેલા છે ત્યાં આ મગફળી મૂકાઇ હોત તો ખરીદી બાદ સરકારને નુકસાન ન જાય અને એ પહેલા કાઇ બને તો ખેડુતો સલામત રહે...પણ આવુ વિચારે કોણ ? (ટીમ અકિલા દ્વારા)

(2:20 pm IST)