Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

આલે... લે...LED બબ્બ લીધા નથી છતાં વિજ બિલમાં ઉઘરાણી?

લીંબડીમાં વિજ કંપનીએ ગ્રાહકોને વિજ બીલમાં LED બલ્બનો ચાર્જ ફટકારતાં રોષ : તંત્રવાહકો હવે ભુલ સુધારવા માટે ફોર્મ ભરાવે છે

વઢવાણ, તા. ૪ :  લીંબડી પંથકનાં કેટલાક વિજગ્રાહકો એલઇડી બલ્બ લીધા નહીં હોવા છતાં વીજબીલમાં એલઇડી બલ્બનો ચાર્જ લગાડવામાં આવતા આ મુદ્દે ગ્રાહકોમાં રોષ ફેલાયો છે.

આ અંગેની વિગતો મુજબ લીંબડી ભૂજ કંપની દ્વારા ગ્રાહકોના વીજ બીલમાં  એલઇડી બલ્બ, ટયુબ લાઇટ કે પોતાની ઇએમઆઇ દ્વારા ખરીદી કરવામાં આવી હોય છતાં પણ વીજ બીલમાં ઉમેરીને બીલ આપી દેવામાં આવે છે. આ ગ્રાહકોને વીજ કંપનીઓ વીજબીલમાં ભુલ સુધારવા માટે લીંબડી પીજીવીસીએલની ઓફિસે જઇને ભુલ સુધારવાનું ફોર્મ ભરવામાં આવે ત્યારે પછી ગ્રાહક પાસેથી બીલના ઝેરોક્ષ લેવાના આવે ત્યાર બાદ ગ્રાહકના વીજ બીલમાંથી એલઇડી બલ્બ કે અન્ય ઉપકરણોનું બીલ બાદ કરી દેવામાં આવે છે.

આમ વીજ કંપની દ્વારા કરવામાં આવેલી ભુલને સુધારવા માટે ગ્રાહકોને મુશ્કેલી પડે છે. આથી લીંબડી-પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા કોઇપણ જાતની ભુલ વગર વીજબીલ મળી રહે તેવી માંગ ઉઠી છે.

સોલાર હોમ-લાઇનનાં નાણા ભરવા છતાં કનેકશન નહીં અપાતાં રોષ

વઢવાણ : સરકાર દ્વારા સૌર ઉર્જાનો વપરાશ વધારવાં સોલાર-હોમ લાઇટ કનેકશન આપવાની જાહેરાત કરે છે પરંતુ ગ્રાહકોએ આ માટે જરૂરી નાણા ભરી દીધા હોવા છતાં કનેકશન નહી મળતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.

બજરંગપુરા ગામનાં મનુભાઇએ જુલાઇમાં સોલાર લાઇટના પૈસા ભરી દીધા હોવા છતાં અધિકારીઓ કહે છે ટાર્ગેટ પુરો થયા બાદ કનેકશન મળશે. આવા ઉડાઉ જવાબથી લોકોમાંં રોષ ફેલાયો છે.

નવા ગામનાં તળાવનો પાળો કયારે રીપેર થશે ?

થાનગઢનાં નવા ગામનું તળાવ તાલુકાનું સૌથી મોટુ છે. આ તળાવનો પાળો તૂટતાં આ તળાવ ખાલીખમ થઇ ગયું છે અને ગ્રામજનો પાણીની મુશ્કેલી સહન કરી રહ્યા છે ત્યારે આ તળાવનાં પાળો મુશ્કેલી સહન કરી રહ્યા છે ત્યારે આ તળાવનો પાળો વહેલી તકે રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સાયલામાં પાણીની પાઇપલાઇન તૂટી

સાયલામાં વાસ્મો યોજનાં હેઠળના પાણીની પાઇપ લાઇન તૂટતાં લોકો પાણી વિહોણા રહ્યા હતા. ૧પ દિવસમાં અનેક વખત આ પાઇપ લાઇન તૂટી છે. ત્યારે તંત્રની આ કામગીરી સામે લોકોમાં કચવાટ જોવા મળે છે.

(2:11 pm IST)